________________
સમયાદશી આચાર્ય
૧૨૯ કેળવી શક્યા હતા, અને જૈનેતર વિદ્વાને, પંડિતે, આગેવાનો અને સંતોને નેહ પણ મેળવી શક્યા હતા.
જૈન તપગચ્છ સંઘમાં તિથિચર્ચાને કારણે જાગેલ કુસંપને મિટાવવા માટે તેઓ એક બાજુ આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજી સાથે તો બીજી તરફ મુનિ શ્રી ધર્મસાગરજી સાથે વિચારવિનિમય કરી શક્યા અને એ મંત્રણ સફળ ન થતાં પોતાની જાતને તથા શ્રી સંઘને વધુ કડવાશ કે કલેશમાંથી બચાવી શક્યા તે આવા ગુણોને લીધે જ. કેાઈ આચાર્ય મહારાજ કે સાધુ મુનિરાજ ગમે તે ફિરકા, ગ૭ કે સમુદાયના હેય, છેવટે તો એ ભગવાન મહાવીરના ધર્મસંઘના જ છે, એવી વિશાળ દૃષ્ટિ આચાર્યશ્રીમાં પ્રગટી હતી. તેથી ગમે તે ક્રિરકા, ગ૭ કે સમુદાયના સાધુમુનિરાજને તેઓ આત્મીયતાની લાગણીથી જ આવકારતા અને કોઈને જરા પણ માનભંગ થવા જેવું લાગે એવા વર્તનથી હંમેશાં દૂર રહેતા.
વિવેક, વાત્સલ્ય અને વિનયની રત્નત્રયી આચાર્યશ્રીના સાધુજીવનમાં એવી એકરૂપ બની ગઈ હતી કે ક્યારેય એમનાં વિચાર, વાણું અને વર્તનમાં અભદ્રતાને અંશ પણ જોવા ન મળતા. આથી જ તેઓ સમતા અને સ્વસ્થતાપૂર્વક નિર્મળપણે સંયમની આરાધના કરી શકતા હતા.
મેરઠમાં વેતાંબરેનાં ફક્ત ત્રણ જ ઘર હતાં અને બિનશૈલીમાં તો લગભગ બધા દિગંબરે જ હતા; પણ આચાર્યશ્રીની ઉદારતા એવી હતી કે બંને સ્થાનમાં દિગંબર ભાઈઓના આગ્રહથી તેઓને રોકાવું પડ્યું. અને બધાએ આચાર્યશ્રીનાં પ્રવચનને ખૂબ લાભ લીધો.
" વિ. સં. ૧૯૭૬માં આચાર્યશ્રીની નિશ્રામાં કેસરિયાજીને સંઘ ઉદેપુર પહોંચો. શહેરમાં આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી બિરાજતા હતા. વિહાર કરવાની ઉતાવળ હતી, પણ મહારાજશ્રી તેઓને સુખશાતા પૂછવાને વિવેક ન ચૂક્યા. વખત ઓછો હતો છતાં બંને આચાર્યોએ દેઢ કલાક સુધી વાત કરી. છૂટા પડતાં સૂ રિસમ્રાટે કહ્યું: “વલ્લભવિજયજી, મને નહોતું લાગતું કે તમે આ રીતે સજજનતા દાખવશે અને શિષ્ટાચાર પાળશે. મારા મનમાં તમારા માટે ઘણું ભર્યું હતું. પણ તમારા આ આનંદમય પરિચયથી એ બધું નીકળી ગયું.”
વિ. સં. ૧૮૮૮માં આચાર્યશ્રી ઉદેપુર ગયા. ત્યાંના મહારાણુને ઉપદેશ આપતાં આચાર્યશ્રીએ કહ્યું : “જૈનધર્મ કેઈ ખાસ કામને ધર્મ નથી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org