________________
૧૨૨
સમયદશી આચાર્ય હેશિયાપુરથી કાંગડાને; વિ. સં. ૧૯૫૧ તથા ૧૯૫માં બે વાર વેરાવળથી સોરઠની પંચતીથી થઈને પાલીતાણા–શત્રુંજયને છે. .
ઉપાશ્રયો અને ધર્મશાળાઓ–આચાર્ય મહારાજની પ્રેરણાથી પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા ઉત્તરપ્રદેશનાં જુદાં જુદાં શહેરોમાં સ ઉપાશ્રય અને પાંચ ધર્મશાળાઓ બની હતી.
આ ઉપરાંત તેઓના ઉપદેશથી ક્યાંક ક્યાંક ગુરુમંદિર તથા જ્ઞાનમંદિરની પણ સ્થાપના થઈ હતી અને ગુરુમૂર્તિ ઓ કે ગુરુની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા પણ એમણે કરાવી હતી.
અહીં ઉપર આચાર્યશ્રીના સાંનિધ્યમાં થયેલી પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન તપ, યાત્રાસંધ વગેરે જૈન ધર્મક્રિયાઓની વિગતો આપી છે, તે ધર્મક્રિયાઓ જૈન સંઘમાં સારી રીતે પ્રચલિત છે; અને તેથી એવી ધર્મક્રિયાઓ બધાય પ્રભાવશાળી આચાર્યો કે મુનિવરેની નિશ્રામાં અવારનવાર થતી જ રહે છે; અને જે મુનિવરે શ્રીસંઘમાં એવો પ્રભાવ વિસ્તારી નથી શકતા તેઓની પણ એવી ભાવના રહે છે કે પોતે આવી ધર્મકરણીના નિમિત્ત બને; છેવટે બીજાઓ દ્વારા થતી આવી ધર્મ પ્રવૃત્તિમાં પિતાને સાથ આપીને તેઓ સંતોષ લે છે.
તેથી આવી ધર્મક્રિયાઓના પ્રેરક બનવામાં શ્રીસંઘ ઉપરના પ્રભાવની જરૂર પડતી હોય છતાં, એ કાઈ પણ આચાર્ય કે મુનિવરની અસાધારણ વિશેષતારૂપ ન લખી શકાય. એટલે આચાર્ય શ્રી વિજયવલભસૂરિજીના ઉપદેશથી, તેઓના સાંનિધ્યમાં, થયેલ ધર્મકરણીઓની જે વિગતો. અહીં ઉપર આપી છે, તે તેઓની અસાધારણ વિશેષતા દર્શાવવા માટે નથી આપી. એ અહીં રજૂ કરવાને એક હેતુ એ છે કે એમના હાથે થયેલ પવિત્ર ધર્મક્રિયાઓની વિગતેને પણ એમના આ પરિચયમાં સમાવેશ કરી દે. અને એને બીજો અને મુખ્ય હેતુ તે એ છે કે–પિતાના જીવનની અસાધારણ વિશેષતારૂપ શિક્ષણપ્રચાર, એકતાની સ્થાપના, મધ્યમ વર્ગને ઉતકર્ષ જેવી સમાજકલ્યાણુની સંખ્યાબંધ પ્રવૃત્તિઓ માટે જીવનની છેલી પળ સુધી ચિંતા સેવવા અને શ્રી સંઘને પ્રેરણા આપવા છતાં, અને એમાં તેઓનાં સમય અને શક્તિ પુષ્કળ ખરચાવા છતાં–તેઓ જૈન સંઘની ધર્મશ્રદ્ધાનું પોષણ અને સંવર્ધન કરતી પરંપરાગત અને પ્રચલિત ધર્મ કરણુઓની પ્રેરણું આપવામાં પણ જરાય પાછળ નહેતા, એ દર્શાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org