________________
સમયદશી આચા
૧૨૩
જેએ આવા એક પ્રભાવશાળી, સરળપરિણામી અને વિશ્વકલ્યાણુના ચાહક આચાર્યશ્રીને સુધારક, જમાનાવાદી કે સમયધમી ગણીને, પેાતાની કટ્ટર સાંપ્રદાયિકતાની કસેાટીએ, તેની વ્યાપક અને વિમળ જીવનસાધનાનુ મૂલ્ય આંકી શકતા ન હેાય, તે ઇચ્છે તા આ બધી વિગતાના પ્રકાશમાં એમના સમંગલકારી જીવન અને કાર્યનું નવેસરથી મૂલ્ય આંકી શકે એ દૃષ્ટિ પણ આ વિગતા આપવા પાછળ રહેલ છે.
સયમના સ્વીકાર કર્યો ત્યારથી તે ૮૪ વર્ષ જેવી પાકટ વયે જીવન સલાઈ ગયું ત્યાં સુધી એમના અંતરમાં તપ, ધર્મક્રિયા અને ધાર્મિક પ્રસંગેા પ્રત્યે જે રુચિ હતી તે ઉપરથી જોઈ શકાય છે કે, આચાર્ય શ્રીની ધર્મ પરિણતિ અંતરતમ અંતર સુધી પહોંચેલી હતી; અને છતાં તપ કે ધર્મક્રિયાઓ પ્રત્યે આછે રસ કે આદર ધરાવનાર વ્યક્તિ પ્રત્યે પણ એમને કચારેય અણગમે ઊપજતા ન હતા, તેથી એમની સાધુતા વિશેષ શાભી ઊઠતી. સામી વ્યક્તિને વાણીથી તિરસ્કાર કરવાને બદલે પેાતાના વર્તનથી એને વશ કરી લેવામાં જ તેઓ માનતા હતા.
આચાર્યશ્રીના જીવનને સહૃદયતાપૂર્વક સમજવાના પ્રયત્ન કરનાર કાઈને પણ એમ લાગ્યા વગર નહિ રહે કે સંધ, સમાજ, ધર્મ, દેશ અને માનવતાનું ભલું ચાહનાર અને એ માટે દિવસ-રાત પ્રયત્ન કરનાર આ ધર્મ નાયકનું હૃદય કેટલુ વિશાળ, ઉદાર, કલ્યાણકામી અને ગુણાનુરાગી હતું ! હૃદયને આવી ગુણ-વિભૂતિનું મ ંદિર બનાવવું એ જ બધા ધર્મો અને બધી ધર્મક્રિયાઓના સાર છે; એ પણ એક શ્રેષ્ઠ ધર્મક્રિયા જ ગણાઈ છે. એમના મંગલમય જીવનના એ જ મેધ છે.
૨૧
રાષ્ટ્રપ્રેમ
જૈન પરપરાએ તેમ જ જૈન ધર્મશાસ્ત્રોએ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ઉપેક્ષા કરવાનું નહીં પણ રાષ્ટ્ર તરફની પેાતાની ફરજ ખાવવાનું જ કહ્યું છે; અને રાષ્ટ્રભાવનાને કચારેય આત્મસાધનાની વિરાધી જણાવી નથી. દેશભક્તિના નામે સત્તાની સાઠમારીમાં પડવુ' એ એક વાત છે; અને નિભેળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org