________________
૧૨૦
સમયકશી આચાર્ય રસમાં ઝીલતા હોય એમ જ લાગે. તેઓની આસપાસ જાણે પ્રસન્ન મધુરતાનું વાતાવરણ વિસ્તરી રહેતું. એમ કહી શકાય કે, તેઓનું જીવન અપ્રમત્તતા અને આંતરિક આનંદસંતોષના શ્રેષ્ઠ નમૂના જેવું હતું.
ક્યારેક કોઈ તેઓની વૃદ્ધાવસ્થા કે નાદુરસ્ત તબિયતને જોઈને તેઓને આરામ લેવાની વિનંતી કરતા, તે તેઓ લાગણીપૂર્વક કહેતા કે “ભાઈ, અમારે સાધુને તે વળી આરામ શેને ? અમારે તે છેલ્લા શ્વાસોશ્વાસ સુધી ધર્મના કામમાં શરીરને જેટલું વધુ ઉપયોગ થાય તેટલો કરવાને. મને તે જરાય તકલીફ પડતી નથી તેમ સમજી મારી પાસેથી જે જાણવું હોય તે જાણે.” - સાધુજીવનમાં જેમ આત્મકલ્યાણ અને લેકકલ્યાણની વ્યાપક પ્રવૃત્તિને સ્થાન છે, તેમ તે તે ધર્મની સામૂહિક અને બીજી પરંપરાગત ચાલુ ધર્મક્રિયાઓને પણ સ્થાન છે. અને ધર્મપ્રભાવક ધર્મગુએ એ તરફ પણ ધ્યાન આપવાનું હોય છે. ભક્તિશીલ જનસમૂહની ધર્મશ્રદ્ધાને ટકાવી રાખવાને અને વધારવાનો એ જ મુખ્ય માર્ગ છે. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ સમાજઉત્કર્ષની અનેક પ્રવૃત્તિઓ માટે શ્રીસંઘને પ્રેરણા આપી હતી તેમ દીક્ષા, નવાં જિનમંદિર, પ્રાચીન જિનમંદિરોના જીર્ણોદ્ધાર, અંજનશલાકા, પ્રતિષ્ઠા, યાત્રાસંઘ, ઉપધાન જેવી બધી પ્રચલિત ધર્મક્રિયાઓ માટે પણ પ્રોત્સાહન આપ્યું હતું, તે નીચેની વિગતો ઉપરથી જાણું શકાશે.
દીક્ષા–આચાર્યશ્રીએ સંખ્યાબંધ ભાઈઓ-બહેનને દીક્ષા આપી હતી. તેઓના શિષ્ય આચાર્યશ્રી વિજયલલિતસૂરિજીએ પિતાના ગુરુવર્યની શિક્ષણપ્રસાર અને સમાજઉત્કર્ષની પ્રવૃત્તિને આગળ વધારવામાં પોતાની સમગ્ર શક્તિ સમર્પિત કરી હતી. અને આચાર્ય મહારાજના પ્રશિષ્ય અને પટ્ટધર વર્તમાન આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજનું ગુરુભક્તિમય જીવન તો ગુરુ ગૌતમસ્વામીની ભક્તિની યાદ આપે એવું છે. તેઓ સર્વ ભાવે પિતાના દાદાગુરુને સમર્પિત થયેલા છે, અને તેઓની સમાજકલ્યાણની પ્રવૃત્તિઓ કેવી રીતે આગળ વધે એ જ એમના જીવનનું ધ્યેય છે.
આચાર્ય મહારાજે દીક્ષિત કરેલ સાધુએ તેમ જ સાધ્વીઓ આચાર્ય મહારાજની સમાજકલ્યાણની ભાવનાને આગળ વધારવા માટે યથાશક્તિ પ્રયત્ન કરતાં રહે છે.
પ્રતિષ્ઠા–આચાર્ય મહારાજના ઉપદેશથી કેટલાંક નવાં જિનમંદિરે બન્યાં હતાં અને કેટલાંક પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર થયા હતા. પંજાબમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org