________________
સમયદશી આચાય
૧૧૯
“ પ્રત્યેક ધર્મમાં મૂર્તિપૂજા એક યા બીજા સ્વરૂપે છે જ. મૂર્તિ આ ભાવની પ્રતીક છે. વિવિધ સંસ્કૃતિએ, વિવિધ સ્થળા વગેરેને લીધે ભાવનું પ્રતીક ભલે બદલાય, પરંતુ માનવીના જીવનને ઉદ્દાત્ત બનાવવા માટે પ્રતીક હાવુ જોઈએ. આ પ્રતીક વિના કાઈને ન ચાલે. કાઈ ખીને માને, કાઈ ગ્રંથને માને. હિંદુ હરદ્વારની યાત્રાએ જાય, મુસલમાનો પાક થવા માટે મક્કાની જે જાય, પારસીએ અગિયારીમાં જાય, શીખા ગુરુદ્વારામાં જાય, ઈસાઈએ દેવળમાં જઈ પ્રાર્થના કરે. આમાં સૌકાઈને હેતુ જીવનને ધન્ય બનાવવાના અને વનના ભાર ઓછા કરવાના છે. મૂર્તિ પૂનમાં ન માનનારા નાસ્તિકા પણ પોતાનાં માતા-પિતાની છબીઓ પડાવે છે તે એને સારા સ્થળે રાખે છે. આ મૂર્તિપૂજા નથી તેા છે શું ? પ્રભુનુ નામ અક્ષરોમાં લખાય એ પણ મૂર્તિપૂજાના એક પ્રકાર છે. તેા પછી એમની પ્રતિમા રાખીને આપણા હૃદયમાં જ્યભાવ જાગ્રત કરીએ તા એમાં કશુ ખાટુ નથી. ''
ધર્મ પાલન અ ંગેની એમની જાગૃતિ પણ એવી જ આ હતી. તેને રાજના કાર્યક્રમ જ એવી રીતે ગેાઠવાયેલા રહેતા કે જેથી પળેપળને પૂરેપૂરા સદુપયોગ થાય.
પરાઢિયે બ્રાહ્મમુર્ત કરતાં પણ વહેલાં ઊવું, નવકાર મંત્રને જાપ, તીથંકરનું મરણ, પ્રતિક્રમણ, સૂરિમંત્રનેા અપ, નવસ્મરણને પાઠ અને આત્મચિતન—એ રીતે તેઓના દિવસને પ્રારભ થતા. સ્વાદને ખાતર નહીં પણ દેહને ટકાવી રાખવા પૂરતા જ આહાર; અને આરામ પણ એટલેા જ કરવેા કે જેથી આળસનું જરાય પાણુ ન થાય કે પેાતાના કર્તવ્યપાલનમાં કંશી ક્ષતિ આવવા ન પામે. વળી સ્વાધ્યાય અને અધ્યાપન તરફ પણ તેઓને એટલે જ અનુરાગ હતા. પછી ધર્મદેશના, શિક્ષણુપ્રચાર, એકતા, મધ્યમવર્ગના ઉત્કર્ષ એવી એવી લેાકેાપકારની પ્રવૃત્તિ તરફ તેઓ ધ્યાન આપતા. સાધુએને વાચના આપવી, પત્રવ્યવહારની નિયમિતતા સાચવવી અને પેાતાના આરામ કે ઊંઘના સમય ઉપર કાપ મૂકીને પણ ધાર્મિક કે સમાજઉત્કર્ષને લગતા પ્રશ્નોની ચર્ચાવિચારણા કરવી—આ હતા તેને નિત્યક્રમ. અને પ્રાતઃકાળથી તે મેડી રાત સુધી આવી અનેકવિધ અને જવાબદારીભરી પ્રવૃત્તિ કરવા છતાં વિચાર, વાણી કે વર્તનમાં કારૈય કડવાશ, ઉગ્રતા કે તિરસ્કારના ભાવ ન આવી જાય એનુ તે હંમેશાં ધ્યાન રાખતા. જ્યારે જુએ ત્યારે તેઓ પ્રસન્નતા, સ્વસ્થતા અને સમતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org