________________
સમયદશી આચાર્ય
૧૧૭ અમુક વખત સુધીમાં આ ફંડમાં પાંચ લાખ રૂપિયા ભેગા નહીં થાય તો હું દૂધનો ત્યાગ કરીશ. સમાજ ઉપર આની વિજળીક અસર થઈ. બધાં કામે લાગી ગયાં અને આચાર્યશ્રીની ટહેલ પૂરી થઈ ગઈ. આવી મોટી રકમ ભેગી કરવા માટેની આચાર્યશ્રીની આ પ્રતિજ્ઞા તેઓની મધ્યમવર્ગના ઉત્કર્ષ માટેની ઉત્કટ અને સક્રિય તમન્નાની કીર્તિગાથા બની ગઈ.
(૧૩) સમાજ ઉત્કર્ષની પિતાની ઝંખનાને દર્શાવતાં તેઓ કહેતા કે, “હું ઝંખું છું સામાન્ય માનવીના ઉત્કર્ષને, જૈન યુનિવર્સિટીને. હજારો શ્રાવકે આર્થિક રીતે ભીંસાતા હોય ત્યારે આ બેદરકારી ન શોભે. સમાજ જીવશે તે ધર્મ જીવશે. સમાજમાં જેન ધમીઓનું નેતૃત્વ હશે તે જ જૈનધર્મની વાહ વાહ બેલાશે.”
(૧૪) વિ. સં. ૨૦૦૮માં મુંબઈમાં મધ્યમવર્ગ અંગેની પોતાની ચિંતાભરી લાગણીને વાચા આપતાં આચાર્ય મહારાજે કહ્યું હતું કે
“અત્યારે હજાર જેન કુટુંબો પાસે ખાવા પૂરતું અન્ન નથી; પહેરવા પૂરતાં કપડાં નથી; માંદાની સારવાર માટે અને પિતાનાં બાળકોને ભણાવવા માટે પૈસે નથી. આજે મધ્યમવર્ગનાં આપણાં ભાઈ-બહેન દુઃખની ચક્કીમાં પિસાઈ રહ્યાં છે. એમના પાસે ચેડાં-ઘણાં ઘરેણાં હતાં એ તો વેચાઈ ગયાં; હવે તેઓ વાસણ પણ વેચવા લાગ્યાં છે. કેટલાંક તે દુઃખના લીધે આપઘાત કરવાની પરિસ્થિતિમાં પહોંચી ગયાં છે; આ બધાં આપણાં જ ભાઈ-બહેન છે. એમની સ્થિતિ સુધારવાની જરૂર છે. જે મધ્યમ ગરીબ વર્ગ જીવતો રહેશે તે જૈન જગત પણ ટકી રહેશે. ધનિક વર્ગ લહેર કરે અને આપણું સહધમી ભાઈઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહિ પણ અન્યાય છે.” (વિ. સં. ૨૦૦૮; મુંબઈ)
આચાર્યશ્રીની શ્રાવક–શ્રાવિકા સંઘના ઉત્કર્ષ માટેની આ ચિંતા અને હમદર્દી ને જેટ દીર્ઘ કાળની જૈન શ્રમણ પરંપરામાં મળવો મુશ્કેલ છે. સાચે જ આચાર્યશ્રી ભાંગ્યાના ભેરુ અને ગરીબના સુખદુઃખના સાથી અને શિરછત્ર હતા. એમનું સ્થાન લેનાર બીજા સંધનાયક તે પાકે ત્યારે ખરા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org