________________
૧૧૬
સમયથી આચાર્ય
માટે ફાળાની વાત કરતાં તેઓએ કહેલું કે –“મારું એટલું જ કહેવું છે કે સાધર્મિક ભાઈઓની ઉન્નતિને માટે એક લાખ રૂપિયાની જરૂર છે. આવતી સંક્રાંતિ સુધીમાં પચાસ હજાર રૂપિયા તે થઈ જ જવા જોઈએ. આ લાખ રૂપિયા ગેડવાડમાં વાપરવામાં આવશે.” . (૭) સાદડીમાં વિ. સં. ૨૦૦૬માં આચાર્યશ્રીએ એમના જન્મદિનની ઉજવણી વખતે કહેલું કે –“ખાલી ખુશાલી જાહેર કરવાથી શો લાભ 2. શ્રદ્ધાનાં સૂકાં ફૂલોથી કેવી સુગંધ મળવાની ? ભાષણે આપીને અને જુલુસ કાઢીને તમે ખુશાલી જાહેર કરે એથી મને સંતોષ નથી. તમે જાણે છે, અથવા તમારે જાણવું જોઈએ, કે તમારા હજારો સાધર્મિક ભાઈઓબહેનને બે ટંકનું ખાવાનું પણ નથી મળતું.........તમે ગરીબને કામ આપશે...... ત્યારે જ હું માનીશ કે તમે સાચા દિલથી મારી જયંતી
ઉજવી છે.”
(૮) પાલીતાણામાં ઉદ્યોગશાળા શરૂ કરવાની વિ. સં. ૨૦૦૭માં પ્રેરણા આપી.
(૮) વિ. સં. ૨૦૦૭માં ખંભાતમાં સાધર્મિકવાત્સલ્યને ભાવ સમજાવતાં તેઓએ કહ્યું કે–“કેવળ ભોજન કરાવવું એ જ સાધર્મિકવાત્સલ્ય નથી. ક્યારેક ક્યારેક સાધમિકાને ભલે જમાડીએ, પરંતુ સાચું સાધમિકવાત્સલ્ય તો એ છે કે જે બેકાર હેય એને કામે લગાડવામાં આવે, જેથી તેઓ પિતાને અને પિતાના કુટુંબને સારી રીતે નિર્વાહ કરી શકે.”
(૧૦) વિ. સં. ૨૦૦૮માં સુરતમાં આચાર્યશ્રીએ પિતાની વાત શ્રીસંઘને સમજાવતાં કહ્યું કે-“મધ્યમ અને ગરીબ વર્ગને માટે ઉદ્યોગગૃહની જરૂર છે. જે સમાજમાં એક પણ વ્યક્તિ બેકાર ન હોય તે પાંચ વર્ષમાં સમાજ અને જૈન શાસન ઉન્નત બની જય.”
(૧૧) વિ. સં. ૨૦૦૮માં મધ્યમ વર્ગની સહાયતા માટે પૈસા ફંડ શરૂ કરાવ્યું.
(૧૨) વિ. સં. ૨૦૦૮માં મુંબઈમાં કૉન્ફરન્સનું સુવર્ણ મહોત્સવ અધિવેશન ભરાયું. અને એમાં સારું એવું સાધર્મિક ફંડ એકત્ર કરવાનું નક્કી થયું. એ કામને પૂરત વેગ આપવા આચાર્યશ્રીએ જાહેર કર્યું કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org