________________
સમયદશી આચાય
(૩૮) વિ. સં. ૨૦૦૯માં મુંબઈમાં જૈનાના બધા ફિરકાની એકતા અંગે પોતાની ભાવના વ્યક્ત કરતાં આચાર્યશ્રીએ કહ્યું હતું કે—“ બને કે ન બને, પણ મારે! આત્મા એમ ચાહે છે કે સાંપ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ શ્રી મહાવીરસ્વામીના નેજા નીચે એકત્રિત થઈને શ્રી મહાવીરસ્વામીની જય માલે.
..
૧૧૪
આ બધી વિગતા આચાર્યશ્રીની કીર્તિગાથા બનીને એમ સૂચિત કરે છે કે આચાર્યશ્રી સુલેહ, શાંતિ અને એકતાના ફિરસ્તા હતા; અને આખી જિંદગી એ માટે પ્રયત્ન કરતા રહીને તેઓએ પોતાના ધર્મગુરુપદ્મને ચિરતા કર્યુ હતુ.
૧૯
મધ્યમવર્ગની ચિંતા
મેર પીંછાથી રળિયામણા લાગે, એમ સંઘ, સમાજ દેશના નેતાઓ અને શ્રીમાને સામાન્ય જનસમૂહથી ગૌરવશાળી બને, અને સમાજના સાધુસ`તાને તવંગરા અને ગરીબે તરફ એકસરખી દૃષ્ટિ હાય. તેમાંય, પોતાના નબળા સંતાન તરફ માતા-પિતાને જેમ વિશેષ મમતા હાય તેમ, કરુણુાપરાયણ સાધુપુરુષોની સહાનુભૂતિ સમાજના નબળા, ગરીબ કે મધ્યમ વર્ગી તરફ વિશેષ હાય. આવા દીન-દુઃખી વર્ગ માટે તા સ ંતા માતાપિતાની ગરજ સારે. એ જ તેની સાધનાની ચરિતાર્થં તા.
આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ આવા જ ગરીબેાના બેલી હતા અને સમાજના મધ્યમ અને ગરીબ વર્ગ માટે ઊધ અને આરામના વિચાર વેગળા મૂકીને આખી જિંદગી સુધી તે ચિંતા અને પ્રયત્ન કરતા રહ્યા હતા. પરલેાકની ચિતાની સાથે સાથે સમાજની આ દુનિયાની ચિંતા, એ તેઓની વિરલ વિશેષતા હતી.
(૧) વિ. સં. ૧૯૬૯માં મુંબઈમાં · સાત ક્ષેત્રોમાં પેાષક ક્ષેત્ર કયું? ' એ વિષય ઉપર પ્રવચન આપતાં તેઓએ કહ્યું હતું કે—“ શ્રાવકક્ષેત્ર જ અધાંનું પેાષક છે, તેથી પહેલાં એને શક્તિશાળી બનાવવાની જરૂર છે. જો આ ક્ષેત્ર શક્તિશાળી બનશે તેા બાકીનાં છયે ક્ષેત્રોનું એની મારફત પાષણ થતુ રહેશે. ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org