________________
સમયદર્શ આચાર્ય
૧૧૩ (૩૩) વિ. સં. ૨૦૦૭માં પાલીતાણામાં તિથિચર્ચાને કલેશ દૂર કરવા આચાર્યશ્રીએ જે પ્રયત્ન કર્યો તે સફળ ન થપણ એથી આચાર્યશ્રીની સંધની એકતાની શુદ્ધ ભાવનાની લેકેને ખાતરી થઈ. : (૩૪) વિ. સં. ૨૦૦૭માં આચાર્યશ્રીએ પાલીતાણામાં શેઠ જીવતલાલ પ્રતાપસીને કહેલું કે “જે આત્મારામજી મહારાજના સમુદાયમાં એકતા થતી હોય તો હું તમે કહો તે કરવા તૈયાર છું. હું તો એવા મતને હું કે આત્મારામજી મહારાજના સમુદાયમાં ફક્ત એક જ આચાર્ય હોય. જે બધા મળીને રામચંદ્રસૂરિજીને મોટી બનાવવા ચાહતા હેાય તે હું એમને વંદના કરવા તૈયાર છું. કહે છવાભાઈ, તમે આનાથી વધુ મારી પાસેથી શું ઈચ્છે છે ?”
(૩૫) મુંબઈમાં ગ્રેન ડીલર્સ એસેસીએશનમાં બે પક્ષ પડી ગયા હતા. તેનું સમાધાન કરાવવા શ્રી ખીમજીભાઈ છેડા ઉપવાસ પર ઊતર્યા હતા. આચાર્ય મહારાજની પ્રેરણાથી એ કામ સફળ થયું. વિ. સં. ૨૦૦૮ને એ બનાવ.
(૩૬) ક્યારેક પાલનપુરના સંઘમાં મતભેદ છે અને આચાર્યશ્રીને આત્મા કકળી ઊઠડ્યો. જેઠ મહિનાના બળબળતા તાપમાં વિહાર કરવા આચાર્ય મહારાજ તૈયાર થઈ ગયા. કહે, જ્યાં કુસંપ હોય ત્યાં રહેવાનું મારું કામ નહીં. સંઘ તરત જ સમજી ગયે. . (૩૭) આચાર્યશ્રી જૈન ફિરકાઓને ઉદ્દેશીને કહેતા કે—“ભલે તમે વેતાંબર હો, દિગંબર હો, સ્થાનકવાસી હા, તેરાપંથી હ; ભલે તમારા ગુરુ જુદા જુદા હોય; ભલે તમારી ક્રિયાઓમાં થોડો થોડો ફેરફાર હોય; પણ તમે બધા જ પ્રભુ મહાવીરના સંતાન છે. અને એથી તમારી ફરજ છે કે જૈન સિદ્ધાંતને જગતમાં પ્રચાર કરવા અને અહિંસા દ્વારા જગતમાં શાંતિ સ્થાપવામાં સૌ કોઈએ પિતાને ફાળે આપવો જોઈએ. ધર્મ એ કંઈ બંધિયાર પાણી નથી, અથવા એ કેઈને ઇજારે નથી. ધર્મ એ માનવીના જીવનને ઉન્નત કરનારી વસ્તુ છે. અને જે વસ્તુ સાંકડી મનોવૃત્તિ જગવે. જે વસ્તુ સંકુચિત રીતે વિચાર કરવા પ્રેરે એ સાચેસાચ ધર્મ નથી. સવી જીવ કરું શાસન રસી” એ આપણુ ધર્મની મુખ્ય વસ્તુ છે. એથી આપણે સૌએ આંતરિક ઝઘડાઓ, મતભેદે એક બાજુ મૂકી દઈને આત્મકલ્યાણને માર્ગે આગળ ધપવું જોઈએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org