________________
૧૧૨
સમયદશી આચાય
વીનવી રહ્યા. આચાર્યશ્રીએ કલેશ દૂર કરવાની ભિક્ષા માગીને એ કુટુંબના લહને નામશેષ કર્યાં.
(૨૬) સિયાલકાટ અને સનખતરામાં બે સગા ભાઈએ વચ્ચેને ખટરાગ ક્રૂર કર્યા.
(૨૭) વિ. સ’. ૧૯૯૮માં જીરાના સધના મતભેદ દૂર કર્યા. (૨૮) ખીકાનેરમાં છેક વિ. સ. ૧૯૦૮ની સાલથી એક વિચિત્ર પ્રકારના ઝઘડા ચાલ્યા આવતા હતા. ભગવાનની રથયાત્રા ૧૩મા અને ૧૪મા મહેાલ્લા (ગવાડ)ના કલહુને લીધે આખા શહેરમાં ફરી ન શકતી. અને જે રથયાત્રા ૧૩મા મહોલ્લા રાંગડી ચોકમાંથી નીકળતી અને ત્યાંના શ્રીપૂયને અમુક ભેટ આપવી પડતી. વિ. સં. ૨૦૦૦નું ચામાસું આચાર્ય શ્રી ખીકાનેરમાં રહ્યા હતા. તેને ભગવાનની રથયાત્રા ઉપરના આ પ્રતિબધ ડીક ન લાગ્યા. છેવટે આચાર્યશ્રી અને ખીકાનેરના આગેવાનેાના પ્રયાસથી તેમ જ ત્યાંના મહારાજાની દરમિયાનગીરીથી એ પ્રતિબંધ દૂર થયા, અને એ ભેટ પણ બંધ થઈ. ખીકાનેર સંઘના ઇતિહાસમાં એક નવું આવકારદાયક પ્રકરણ શરૂ થયું. વિ. સં. ૨૦૦૪માં ખીકાનેર સંધના ઝઘડા દૂર કર્યાં.
(૨૯) વિ. સં. ૨૦૦૪માં લુધિયાના સઘના ઝઘડાનું સમાધાન કર્યું. એ જ વર્ષોંમાં રૂંગડી ગામની અને ખારલા ગામની પક્ષાપક્ષી દૂર કરી.
(૩૦) વિ. સં. ૨૦૦૫માં સાદડીમાં પેાતાના ૮૦મા જન્મદિનના સમારાહમાં સ`ગઠનની જરર અંગે તેઓએ કહ્યું કે, “ આજે જૈન સમાજના સંગઠનની બહુ જરૂર છે. આજ સુધી આપણે જુદા જુદા રા; નાના— મેાઢા અનેક ઝઘડાઓમાં સમાજ છિન્નભિન્ન થઈ રહ્યો છે. શું શહેર કે શ ગામડાં, બધે પક્ષો પડી ગયા છે. જે અત્યારની સ્થિતિમાં ફેરફાર ન થયે તા ભવિષ્યમાં જૈન સમાજની સ્થિતિ સારી નહીં રહે. જૈનધર્મ અને સમાજ ઉપર આવનારાં સંકટાથી બચવા માટે સંગઠનની જરૂર છે. જેન સમાજના નેતાઓની એ પહેલી ફરજ છે કે તે સમયને પાનીને એક્તાને અપનાવે. ’
•
(૩૧ ) કેાન્ફરન્સના ફાલના અધિવેશનમાં જૈનેાની એકતા માટે પ્રયત્ન કરતાં આચાર્યશ્રીએ કહ્યું કે, “ સજ્જને, સંગઠન અને એકતા માટે જો મારે મારી આચાર્ય પછી છેાડવી પડે તેા હુ એ માટે પણ તૈયાર છું.” જાગ્યા હતા તે
( ૩૨ ) ખુડાલા ગામમાં ધજાદંડને કારણે જે કલેશ વિ. સં. ૨૦૦૬માં દૂર કર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org