________________
સમયદશી આચાર્ય
૧૦૧ વિહાર કર્યો ત્યાર પછી જ એમની વિદ્યા-પ્રસારની ભાવના અને પ્રવૃત્તિને વેગ મળ્યો હતો. અને એને લીધે અનેક શિક્ષણ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી, જે આચાર્યશ્રીની આ ભાવના અને પ્રવૃત્તિની સફળતાની અત્યારે પણ કીર્તિગાથા સંભળાવી રહી છે. એની કેટલીક વિગતોનું દર્શન કરીએ.
(૧) શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના વિ. સં. ૧૯૭૦માં થઈ હતી. અત્યારે મુંબઈ ઉપરાંત અમદાવાદ, પૂના, વડોદરા, વલ્લભવિદ્યાનગર (આણંદ) અને ભાવનગર એમ પાંચ શાખાઓ ધર્મ-સંસ્કારનું જ્ઞાન આપવા સાથે ઉચ્ચ શિક્ષણના પ્રસારની દિશામાં મહત્વનું કામ કરી રહેલ છે. આની વિગત “મુંબઈને અને મુંબઈ મારફત સમાજને લાભ” નામે પ્રકરણમાં આપી છે. એમ લાગે છે કે, આચાર્ય મહારાજની પ્રેરણાથી જે મોટી શિક્ષણ-સંસ્થાઓ સ્થપાઈ, એમાં વિદ્યાલયનું સ્થાન પહેલું છે.
આ સંસ્થાની સ્થાપનાની પ્રવૃત્તિને કારણે, વિદ્યાલયને માટે કલ્પવૃક્ષ સમાન શેઠ શ્રી દેવકરણ મૂળજી અને આચાર્ય મહારાજ વચ્ચે ઘનિષ્ટ ધર્મનેહ બંધાયો હતો, એટલું જ નહીં, શ્રી દેવકરણ શેઠને માટે આચાર્યશ્રીની શિક્ષણ-પ્રસારની ઝંખના કેવી ઉત્કટ હતી તે એ બેની વચ્ચે થયેલા નીચેના પત્રવ્યવહારથી પણ જાણી શકાય છે :–
તા. ૩–૫–૧૮૧૬ ના રોજ જૂનાગઢથી મુનિ શ્રી વલલભવિજ્યજીએ શ્રી દેવજીકરણ શેઠને એક પત્ર લખીને શિક્ષણને માટે વધારે ધન વાપરવાને ઉપદેશ આપ્યો હશે એમ લાગે છે. એ પત્રના જવાબમાં શેઠશ્રી તા. પ-પ-૧૬ના રોજ લખ્યું હતું કે
“આપે શિક્ષણના પ્રચારને માટે જે કંઈ લખ્યું છે તે સર્વથા માન્ય છે. આ પત્ર અનેક દલીલો આપીને સમયાનુરૂપ શિક્ષણની જરૂરિયાતોનું સમર્થન કરે છે. હું શિક્ષણપ્રચારનું જે કંઈ કામ કરવા ઈચ્છું છું, તે હવેથી આપની સંમતિથી કરીશ. ગરીબ જન્મભૂમિ સૌરાષ્ટ્રના જેને માટે મને પૂરી સહાનુભૂતિ છે, કારણ કે શિક્ષણના અભાવને લીધે એમની સ્થિતિ બહુ જ દયાજનક છે. આપની આજ્ઞા મુજબ હવે હું જુદાં જુદાં સ્થાનમાં થોડી ડી રકમ ખર્ચવાને બદલે જ્યાં શિક્ષણનો અભાવ છે ત્યાં જ એકીસાથે વાપરીશ. આપને મળીને આપની સલાહ મુજબ યથાયોગ્ય કરવાની ભાવના છે.”
આ જ રીતે શ્રી દેવકરણ શેઠની છેલ્લી માંદગી વખતે આચાર્યશ્રીએ એમને તા. ૭–૬–૧૯૨૯ના રોજ જે પત્ર લખ્યું હતું, એ પણ તેઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org