________________
૧૦૨
સમયદશી આચાર્ય સ્કિટ વિદ્યાપ્રીતિની તેમ જ સમાજનું ભલું કરવાની ધગશની સાક્ષી આપે છે. તેઓએ લખ્યું હતું કે–
દાનવીર શેઠ દેવકરણ મૂલજી જેગ ધર્મલાભની સાથે માલમ થાય જે ગઈ કાલે અમારી સાથે તમારી જે વાત થઈ હતી તે મુજબ અને અમુક વિશ્વાસુ આદમીની સાથે થયેલી વાતચિત મુજબ અમારે વિચાર નીચે મુજબ જણાય છે:
“હોસ્પીટલની વાત પણ મોટી અને અશક્ય જેવી અમને લાગે છે, તે એના બદલામાં હોસ્પીટલની જલદી જરૂરત ન પડે એવી રીતે આપના સાધમી ભાઈઓની તંદુરસ્તીને માટે ખાસ સગવડ મેટા પાયા ઉપર થાય તે વધારે સારું બનવા જોગ છે અને આ કામ જૈન સમાજમાં આજ સુધી થયું નથી. આપનું નામ પ્રથમ નંબરે આવશે અને હંમેશાને માટે કાયમ રહેશે માટે ઘણાં નાનાં નાનાં કામો કરવા કરતાં એક જ મોટું અને સંગીન કામ થાય તે કાંઈ પણ કર્યું કહેવાય. આ બાબત પ્રથમ પણ કંઈ વખતે પત્રોમાં તમને જણાવેલ યાદ હશે.
એ ઉપરાંત શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં આપનું અમર નામ અમદાવાદવાળા વાડીલાલ સારાભાઈની માફક થવાની જરૂરત છે એ આપ પિતે જાણે છે, કારણ કે પ્રથમથી આપે જ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું કામ માથે લીધેલું છે.
આ બે કામ ખરાં આપની જીંદગીમાં લાહે લેવાનાં સમજવામાં આવે છે, તે આશા છે કે આપ જરૂર ઉદારતા દાખવી વિચારી એક મક્કમપણું જણાવશે. મોતીચંદભાઈ આવશે ત્યારે બની શકશે તે હું પણ આવીશ. હાલ એ જ. દ. વલ્લભ વિ.ના ધર્મલાભ.”
[ આચાર્ય મહારાજે શ્રી દેવકરણ શેઠને આ પત્ર લખ્યા પછી ૧૨ દિવસે, તા ૧૮-૬-૨૯ના રોજ, શ્રી દેવકરણ શેઠને સ્વર્ગવાસ થયો.] . (૨) વિ. સં ૧૯૭૨માં સૌરાષ્ટ્રમાં વનથલીના શ્રી શીતલનાથજીના દેરાસરની વર્ષગાંઠને પ્રસંગે આચાર્યશ્રીના ઉપદેશથી શ્રી દેવકરણ મૂળજીએ જૂનાગઢના શ્રી વીસા શ્રીમાળી જૈન બેડિગ હાઉસને પચાસ હજાર રૂપિયાની સખાવત આપી, અને વધારામાં જાહેર કર્યું કે, જે સૌરાષ્ટ્રના જેને આ સંસ્થા માટે પચીસ હજાર રૂપિયા ભેગા કરશે તો હું સંસ્થાને બીજા પચાસ હજાર રૂપિયા આપીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org