________________
૧૦૮
સમયદશી આચાર્ય
એક્તા માટે પ્રયત્ન સંપ ત્યાં જંપ અને કલેશ ત્યાં વિનાશ, એ વાત જાણીતી છે. ધર્મો અને ધર્મશાસ્ત્રોનો પાયાને હેતુ જ જનસમાજમાં એકતા અને બંધુભાવનાનું અમૃત રેલાવવાનું છે જેના દર્શનની અનેકાંતદષ્ટિનું ધ્યેય જુદી જુદી વિચારસરણીઓ વચ્ચે સુમેળ-સમન્વય સાધીને સત્યના બધા અંશોને સમજવા –સ્વીકારવાની ઉદાર દૃષ્ટિને વિકસાવવાનું છે.
વસ્તુસ્થિતિ આવી હોવા છતાં, કોણ જાણે કેમ, માનવી માટે ભાગે કલેશ–દેષ અને ઈર્ષ્યા–અસૂયાને કાદવ ઉલેચીને વિનાશ વેરવા–નેતરવામાં જ રાચતે રહ્યો છે; જળમાંથી જ્વાળા પ્રગટે એમ, ધર્મ અને ધર્મશાસ્ત્રોને નામે ઝઘડાઓ ઊભા કરતે રહ્યો છે; અને, અનેકાંતવાદની ગુણગ્રાહક અને સત્યચાહક દૃષ્ટિને વારસો મળવા છતાં, એકાંત દષ્ટિ અને કદાગૃહનું સેવન કરીને મંત્રી અને શાંતિની ભાવનાને સ્થાને વેર-વિરોધ અને અશાંતિને જ આવકારતે રહ્યો છે - પણ આ કંઈ ધર્મો, ધર્મશાસ્ત્રો કે અનેકાંતદષ્ટિને નહીં પણ માનવપ્રકૃતિમાં રહેલા કષા અને કલેશ-દ્વેષ તરફના સહજ વલણને દેષ છે. તેથી જ એને દૂર કરીને જનસમૂહમાં સંપ, એકતા, એખલાસ, બ્રાતૃભાવ અને મિત્રતાની ભાવનાને જગાવવી અને વહેતી રાખવી, અને એમ કરીને માનવસમાજને સુખ-શાંતિ અને વિકાસને માગે દેરી જો એ જ સાધુસંતે અને સાચા ધર્મપુરુષને કર્તવ્યપથ લેખાય છે.
- આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ આપણું દેશના અને જૈન સંઘના આવા જ એક સંતપુરુષ હતા. અને માનવસમાજમાંથી કુસંપ અને ઝઘડાઓનું નિવારણ કરીને સંપ અને સ્નેહની ભાવનાની પ્રતિષ્ઠા કરવા તેઓ જીવનભર પુરુષાર્થ કરતા રહ્યા હતા. પિતાને હાથે
ક્યારેય કાતર જેવું ટુકડા કરવાનું કામ ન થઈ જાય, પણ સદાય સયદિરાની જેમ સાંધવાનું જ કામ થતું રહે એની તેઓ પૂરી જાગૃતિ રાખતા.
એમના આવા પ્રયાસોને પરિણામે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના, સંઘ, જ્ઞાતિઓ, ગામો કે પંચમાં પ્રવેશી ગયેલા તેમ જ પવિત્ર ધર્મક્ષેત્રને અભડાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org