________________
સમયદશી આચાર્ય
ઉપર સૂચવી તે સંસ્થાઓ ઉપરાંત મહારાજશ્રીની પ્રેરણાથી વિવાપ્રચાર માટે બીજી પણ અનેક સંસ્થાઓ સ્થપાઈ હતી, જેમાંની કેટલીક આ પ્રમાણે છેઃ
શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય, વાકાણુ. - પંજાબમાં લુધિયાના, માલેરકેટલા અને અંબાલામાં શ્રી આત્માનંદ જેન હાઈરફૂલો; હોશિયારપુર અને જડિયાલાગુરુમાં શ્રી આત્માનંદ જૈન, મિડલરફૂલે; જડિયાલાગુમાં શ્રી આત્માનંદ જૈન પ્રાયમરી સ્કૂલ
માલેરકેટલામાં શ્રી આત્માનંદ જૈન કોલેજે. બગવાડામાં શ્રી આત્માનંદ જૈન હાઈસ્કૂલ. રાજસ્થાનમાં ફાલનામાં શ્રી પાર્શ્વનાથ જૈન ઉમેદ કોલેજ,
આ ઉપરાંત આચાર્ય મહારાજની પ્રેરણાથી પંજાબ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં છોકરાઓ માટે તેમ જ કન્યાઓ માટે પાઠશાળાઓ,
થપાઈ હતી; અનેક પુસ્તકાલયે, વાંચનાલય અને સાહિત્યપ્રકાશનની સંસ્થાઓ પણ સ્થપાઈ હતી.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વધુ ને વધુ વિકાસની ઝંખનામાં ખરી રીતે તે આચાર્યપ્રવરના વિદ્યાવિસ્તારની ઝંખના જ પ્રતિબિંબિત થાય છે. વિ. સં. ૨૦૦૩માં પંજાબથી વિદ્યાલયના માનદમંત્રી શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયા ઉપરના પત્રમાં આચાર્યશ્રીએ પિતાની આ ઝંખનાને વ્યક્ત કરતાં લખ્યું હતું કે–
કાઠિયાવાડ તથા મેવાડ-મારવાડમાં એક એક શાખા ખોલવાની જરૂર છે. પ્રયત્ન કરે તે બનારસમાં પણ એક શાખા થઈ શકે. અને પછી તો મુંબઈના પરામાં એક કોલેજ થઈ જાય તો જૈન સંશોધનને માટે ઘણું ધાણું થઈ શકે તેમ છે. આપણી કામના સ્વરાજના ઘડતરમાં જૈન સમાજને વિદ્વાને, લેખકે, વિવેચકે, વક્તાઓ, સેવકે અને સંશોધકે જોઈશે, જે આવી વિદ્યાપીઠ સિવાય શક્ય નથી. જૈન સમાજ જેવી સમૃદ્ધ કેમ માટે પિસાને પ્રશ્ન તે ગૌણ છે. સાચા, એકનિષ્ઠ, ધગશવાળા કાર્યકર્તાઓ જોઈશે. આજે પણ ઘણું દાનવીર છે. તેઓને જે સમાજના ઉત્થાન માટે અને જૈન શિક્ષણના વિકાસ માટે અનન્ય પ્રેમ છે. તમે નિર્ણય કરે તે ગુરુદેવની કૃપાથી સંજોગો મળી રહેશે. તમારી અનન્ય સેવાભક્તિ માટે ધન્યવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org