________________
૯૮
સમયકશી આચાર્ય સાધુજીવનની અપ્રમત્ત આરાધના ! સાચે જ તેઓ સ્વ અને પર બનેના કલ્યાણના સાધક હતા !
તેઓએ શિક્ષણના પ્રચાર, એક્તાની સ્થાપના અને મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટેનાં જે રચનાત્મક કાર્યો કરીને-કરવાની પ્રેરણું આપીને– સમાજના સર્વાગીણ વિકાસના ધ્યેયને સફળ બનાવ્યું એની કેટલીક વિગતે જોઈએ.
વિદ્યાપ્રસારનો પુરુષાર્થ બધા ધર્મો અને ધર્મશાસ્ત્રોએ જ્ઞાનની-વિદ્યાની મહત્તા મુક્ત રીતે વર્ણવી છે. જ્ઞાનની ઉપગિતા અને ઉપકારિતા અવર્ણનીય છે. પ્રકાશ વગર પંથ ન દેખાય અને મોટા ભાગની પ્રવૃત્તિ પણ થંભી જાય; પરિણામે પ્રગતિ રૂંધાવા લાગે; એ જ રીતે જ્ઞાન વગર આગળ વધવાનો માર્ગ નથી સૂઝતું. આ વિકાસ બાહ્ય અને આ વિકાસ આંતરિક, અથવા તે આ કલ્યાણ ધાર્મિક કે આધ્યાત્મિક અને આ કલ્યાણ વ્યાવહારિક કે ભૌતિક –એવા ભેદેમાં કેટલેક અંશે તથ્ય હોવા છતાં વિકાસ કે કલ્યાણની સાધનામાં પાયાની વાત વસ્તુસ્થિતિનું અને વિકાસના ઉપાયનું યથાર્થ જ્ઞાન મેળવવું એ જ છે. જ્ઞાન કે સાચી સમજણ એ વિકાસની પહેલી શસ્ત કે આવશ્યકતા છે.
સાચી સમજણું વગર સાચું આચરણ ન થઈ શકે એ સહેજે સમજી શકાય એવી વાત છે. ગમે તે દિશામાં કેવળ ચાલ ચાલ કરવાથી નહીં પણ સાચી દિશામાં પ્રવાસ કરવાથી જ ઈષ્ટ સ્થાને પહોંચી શકાય છે, એ સહુ કાઈના અનુભવની વાત છે. તેથી જ ધર્મશાસ્ત્રના રચનારાએ વદ નાર તો ર–પહેલું જ્ઞાન ને પછી ક્રિયા–એમ કહીને દરેક પ્રકારના વિકાસને માટે જ્ઞાન કે વિદ્યાપ્રાપ્તિને અગ્ર સ્થાન આપ્યું છે–પછી એ વિકાસ આત્મલક્ષી યાને આધ્યાત્મિક હોય કે વ્યવહારકેટીન એટલે કે દુન્યવી હોય. - જ્ઞાનવિજ્યાં જ્ઞઃ એ શાસ્ત્રવાણીનું પણ આ જ રહસ્ય છે. તેથી જ તે જ્ઞાનની આરાધના માટે વિદ્યાતીર્થોની અને ચારિત્રની આરાધના માટે ધર્મતીર્થોની સ્થાપના કરવી, એની રક્ષા કરવી અને એની સુવ્યવસ્થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org