________________
સમયદશી આચાર્ય
સમાજ હશે તો ધર્મ ટકશે પંજાબે ભલે શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજને પિતાના માની લીધા અને આચાર્યશ્રીએ પણ ભલે પંજાબને પિતનું વિશિષ્ટ કર્તવ્યક્ષેત્ર માન્યું; પણ એથી કંઈ તેઓની દેશના અન્ય પ્રદેશ સાથેની હિતચિંતાભરી આત્મીયતા મટી કે ઘટી નહોતી ગઈ. અન્ય પ્રદેશ સાથે પણ શ્રી વિજય વલ્લભસૂરિજી મહારાજને એ જ ધર્મ સ્નેહ અને ધર્મસંબંધ રહ્યો હતો. સૂરજ-ચાંદાને ભલા કેણુ હમેશને માટે પિતાપણુના વાડામાં રેકી રાખી શકે ? એ તે એવા ઉચ્ચ સ્થાને બિરાજતા હોય છે કે એમની નજર સૌ ઉપર ફરતી રહે અને સૌ એમ જ માને કે એ અમારી સામે જ નીરખી રહ્યા છે ! જેવું સૂર્ય-ચંદ્રનું એવું જ જીવનસાધક અને વિશ્વવત્સલ સંતનું ? સૌ એમને પિતાના લાગે; સૌ એમને પિતાના માને. આચાર્યશ્રી આ સત્યને જીવી જાણવા જીવનભર પ્રયત્નશીલ રહ્યા હતા.
આચાર્ય મહારાજ જેમ એક ધર્મગુરુ તરીકે સમાજ કે શ્રીસંઘની આવતી કાલની–આવતા ભવની–ચિંતા સેવતા હતા, તેમ નજર સામેથી પસાર થઈ રહેલી આજની–વર્તમાન કાળની–આ ભવની–ચિંતા પણ એમને એવી જ રહ્યા કરતી હતી અને એની તેઓએ કયારેય ઉપેક્ષા કરી ન હતી.
એમની દીર્ધદષ્ટિ જેમ પરલેકને વિચાર કરી શક્તી, તેમ આ લોકનો પણ વિચાર કરી શકતી. તેઓ અતિપરલોકપરાયણ બની કેવળ કલ્પનામાં જ નહાતા ઊડ કરતા, પણ ધરતી પર પગ માંડીને પિતાની આસપાસની પરિસ્થિતિને પણ સમજી શકતા હતા. એક ધર્મગુરુ તરીકે આચાર્ય મહારાજની આ જ અસાધારણ અને વિરલ વિશેષતા હતી. અને એને લીધે જ તેઓ સંઘ અને સમાજના સુખદુઃખના સાથી સાચા ધર્મગુરુ બની શક્યા હતા, અને સંઘની રક્ષા માટે અવિરત જહેમત ઉઠાવીને પિતાનું સંઘનાયકપદ ચરિતાર્થ કરી શક્યા હતા. | સંવેદનશીલ, કણાપરાયણ અને ભક્તિસભર એમનું હૃદય હતું. પિતાની જરૂરિયાતો કરતાં પણ તેઓ સમાજની કે સામી વ્યકિતની જીવનની અનિવાર્ય જરૂરિયાત વધારે સમભાવપૂર્વક સમજી શકતા. ત્યાગધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org