________________
સમયદશી આચાર્ય તેઓએ ગુજરાતમાં રાધનપુર, પાલનપુર, વડોદરા, અમદાવાદ, સુરત, ખંભાત વગેરે સ્થાનમાં ૧૪ ચતુર્માસ કર્યા હતાં; સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને પાલીતાણાની પવિત્ર તીર્થભૂમિમાં બે ચતુર્માસ કરીને આત્મચિંતનને વિશેષ લાભ લીધો હતો. રાજસ્થાનમાં સાદડી, બીકાનેર વગેરે સ્થામાં મળીને આઠ, ઉત્તર પ્રદેશમાં એક અને મુંબઈ સિવાયના મહારાષ્ટ્રમાં પૂના તથા બાલાપુરમાં એક-એક ચતુર્માસ કર્યા હતાં. રોષકાળમાં તે તે પ્રદેશમાંનાં સંખ્યાબંધ ગામો–શહેરેને એમના સૌમ્ય છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વને લાભ મળતો રહ્યો હતો.
સામાની વાતને સમભાવપૂર્વક સમજવી, શક્ય હોય તે એને સ્વીકાર કરવો અને ઇનકાર કરવાને વખત આવે તો પણ સામાના દિલને ચેટ ન પહોંચે કે કડવાશ ન જન્મે એવી રીતે કરો : આચાર્ય મહારાજના આવા વર્તનમાં એમની અહિંસા અને કરુણાની સાધના અને અનેકાંતદૃષ્ટિની ઊંડી સમજણ દેખાઈ આવતી હતી. પરિણામે કઈ લાગણીપૂર્વક કંઈ માગણું કે વિનતિ કરે છે તે મોટે ભાગે માન્ય જ રહેતી. પિતાને ગામ પધારવાની કે અમુક ધર્મકાર્યમાં સહકાર આપવાની અથવા તો અમુક કાર્યમાં સહાયરૂપ થવાની કોઈની પણ વિનતિને તેઓ જવલ્લે જ ઇનકાર કરતા. અને જેમણે પિતાનું જીવન સર્વજનવત્સલ બનાવ્યું હોય તે આ ઇનકાર કરી પણ કેવી રીતે શકે ?
આચાર્યશ્રી જ્યાં જતા ત્યાં પિતાને ધર્મસંદેશ લઈને જતા. સંઘમાં જામેલા અજ્ઞાન અને અંધશ્રદ્ધાનાં અંધારાને ઉલેચીને અને સંકુચિતતા, રૂઢિપ્રસ્તતા અને સાંપ્રદાયિક કટ્ટરતાનાં પ્રગતિરોધક બંધનની સામે જેહાદ જગાવીને સંઘને સજાગ કરવો એ જ આચાર્ય મહારાજના ધર્મસંદેશને. પ્રાણ હતો. આ રીતે ધમની સેવા થતી હોય તો તેઓ પિતાની સર્વ શક્તિને સહર્ષ સમર્પિત કરતા. અને જ્યાં માત્ર વાદાવાદ થતો હોય કે સમાજની પ્રગતિને રોકી રાખે એવી વાતો ચાલતી હોય, ત્યાંથી તેઓ સે. ગાઉ દૂર રહેતા–સાચા સાધકને સમય અને શક્તિને અપવ્યય ન જ પાલવે. આ માટે આચાર્ય મહારાજ સદા જાગ્રત રહેતા.
આ રીતે ઠેર ઠેર વિચરીને અને સમાજઉત્કર્ષને સંદેશો ફેલાવીને આચાર્યશ્રીએ પિતાના સાધુજીવનને ધન્ય બનાવ્યું, આચાર્યપદને ચરિતાર્થ કર્યું અને સાધુસમુદાયને માટે એક જ્વલંત ઉદાહરણ આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org