________________
પટે
- સમયદશી આચાર્ય ધર્મમાં તે આવે ફરજિયાત કર શોભે ? અને શ્રીસંઘને ઉપદેશ આપી, સમજવી એ રિવાજ બંધ કરાવ્યું. વિ. સં. ૧૯૬૬ ની આ ઘટના.'
(૨) વિ. સં. ૧૯૬૮ માં, ગુજરાતમાં વણછરા ગામમાં એસવાલ પંચ સમસ્ત મળ્યું હતું. આચાર્યશ્રીની પ્રેરણાથી પંચે નક્કી કર્યું કે (૧) હવેથી કન્યાવિક્રય બંધ. (૨) પૈસાના લોભમાં બહારના પ્રદેશોમાં કન્યાઓ આપવામાં આવે છે, તે બંધ કરવું. (૩) જાનને ત્રણ દિવસના બદલે હવેથી એક દિવસ જમાડવી; અને એને બીજે દિવસે વર પક્ષે જમણ (વરોઠી) આપવું.
(૩) વિ. સં. ૧૯૭૮ માં આચાર્યશ્રીને ઉપદેશથી પંજાબ શ્રીસંઘે નક્કી કર્યું કે પ્રભુપૂજામાં અપવિત્ર કેસર ન વાપરવું; પૂજામાં મિલન ચરબીવાળાં કપડાંના બદલે સૂતરનાં ખાદીનાં કપડાં જ વાપરવાં, અંગલૂણું પણ આવાં પવિત્ર જ લેવાં. દેરાસરમાં દેશી ખાંડનાં જ નિવેદ (મીઠાઈ) મૂકવાં.
(૪) વિ. સં. ૧૯૭૮ માં લુધિયાનામાં આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી (આત્મારામજી) મહારાજની જયંતીની ઉજવણી વખતે આચાર્યશ્રીના ઉપદેશથી શ્રાવકોએ નક્કી કર્યું કે હવેથી લગ્ન વગેરે કોઈ પણ પ્રસંગે ચરબીવાળાં કે રેશમનાં અપવિત્ર વસ્ત્રોને ઉપયોગ ન કરવો.
(૫) એ જ વર્ષમાં આચાર્ય મહારાજના ઉપદેશથી અંબાલાના સંઘે નક્કી કર્યું કે લગ્ન, શોક કે બીજા પ્રસંગોએ જેમાં ચરબીની કાંજી ચડાવી. હેય એવા ધર્મની વિરુદ્ધનાં અપવિત્ર કપડાં કે જેમાં લાખો કીડાની હિંસા થાય છે, એવા રેશમનાં કપડાં આપવાં નહીં. હવે પછી જે સાબુમાં ચરબી હોય એને ઉપયોગ પણ બંધ કરો.
(૬) વિ. સં. ૧૯૮૧ માં લાહેરમાં મુનિ વલ્લભવિજયજીને આચાર્ય પદવી આપવામાં આવી. એ વખતે એક દિવસ પિતાના પ્રવચનમાં બહેનને સંબંધીને તેઓએ કહ્યું : “અત્યારે મારે તમને બે વાત કહેવી છેઃ (૧) તમે હાથમાં રતનચૂડે પહેરે છે તે હવે પછી નવ ન બનાવરાવશે. ઉચિત તે એ છે કે જે અત્યાર પહેલાં બનેલ છે તે પણ ન પહેરો. એ પહેરવાથી હાથ કામ કરતા અટકી જાય છે; અને ચારલૂંટારા એને સહેલાઈથી કાઢી લે છે. તેથી આવું ઘરેણું ન પહેરવું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org