________________
સમયદો આચાય
3
ત્રણ વીસરી શકતા નથી. પંજાબ તે જાણે એમને શ્વાસ અને પ્રાણ બની ગયુ છે.
તબિયત સારી નથી અને ઉંમર પણ ૮૪ વર્ષ જેટલી પાકી થઈ છે. વળી શિષ્ય-પ્રશિષ્યા ગુરુથી છૂટા પડવા જરાય તૈયાર નથી. પણ આચાર્ય શ્રી તા એટલું જ વિચારે છે, શરીરની કે સગવડ-અગવડની ચિંતા મૂકીને પણ, પંજાબને સંભાળવાનું ધર્મકર્તવ્ય બજાવવું જ જોઈએ. અને તેઓ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીને પાખ પહેાંચવા માટે મુંબઈથી વિહાર કરાવે છે.
પણ આટલું જ શા માટે ? છેક છેલ્લા દિવસેાની વાત છે. સને ૧૯૫૪ના ઓગસ્ટની ૧૨મી તારીખે આચાર્ય મહારાજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાંથી રોડ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલને બંગલે પધાર્યા અને તા. ૨૨–૯–૫૪ના રાજ એમને સ્વર્ગવાસ થયો. એ અરસામાં અમૃતસરના એક વૈદ્યરાજે મુંબઈ આવીને આચાર્ય મહારાજના ઉપચાર કર્યા. તમિયતમાં કંઈક સુધારા લાગ્યા. વૈદ્યરાજ વિદાય થવા માટે રન લેવા આવ્યા, તે વખતે આગેવાનોએ એમના આભાર માનીને કહ્યું : “ આચાર્ય ભગવત તા અત્યારે—તબિયતની આવી નાજીક પરિસ્થતિમાં પશુ—પાલીતાણા અને પંજાબને સંભાર્યા કરે છે. એમની ભાવના શત્રુંજયની યાત્રા કરીને પંજાબ જવાની છે; અને બાકીનું જીવન ત્યાં જ વિતાવવાની છે. આપ એમને જલદી સાજા કરી દ્યો’ વૈદ્યરાજ શું જવાબ આપે ? તે મનામન આ સંત આચાર્યશ્રીની ઉદાત્ત ભાવનાને વંદી રહ્યા.
એ જ અરસામાં પુજાબના ભાઈએ આચાર્ય મહારાજનાં દર્શને આવ્યા. એમને જોઈને આચાર્ય મહારાજનું મન ભરાઈ આવ્યું: દાદાગુરુ આત્મારામજી મહારાજ અને પંજાબ સંધની ભક્તિના સ્મરણથી એમનુ રામ રેશમ ભરાઈ ગયુ.. કેવા એ ગુરુદેવ અને કેવે! મારે પજાબના સંધ ! અંતરા એકેએક તાર ગુઝણી ઊઠયો અને આંખાને આંસુઓથી પખાળી રહ્યો. જાણે અંતરને લાગણીના બંધ તૂટી ગયા. સૌ લાગણીની એ પાવન ભિનાશ અને કુમાશને સ્પર્શી અનુભવી રહ્યા. વાતાવરણમાં એક પ્રકારની પાવનકારી ગમગીની પ્રસરી રહી, અને વાણી જાણે થંભી ગઈ. ઘેાડી વારે સ્વસ્થ બનીને આચાર્યશ્રીએ ગદ્ગદ સ્વરે કહ્યું અંતરની ઈચ્છા છે કે ચૈામાસું પૂરું' થાય એટલે દાદાનાં દર્શન
Jain Education International
For Private & Personal Use Only
“ મારી
કરવા
www.jainelibrary.org