________________
સમયદશી આચાય
છે. જૈન સમાજની દૃષ્ટિએ એનુ` ખાસ વૈશિષ્ટય છે. સમાજસેવાની સંખ્યાબંધ પ્રવૃત્તિઓનું જન્મસ્થાન અને આશ્રયસ્થાન મુંબઈ શહેર છે; અને તેથી સમાજસેવાની નાની-મેટી અનેક સંસ્થાએ મુંબઈમાં સ્થપાઈ છે; અને આજે પણ યથાશક્તિ-મતિ પાતાની સેવાપ્રવૃત્તિઓને ચલાવી રહી છે. જૈન સમાજની સામાજિક સેવાપ્રવૃત્તિની દૃષ્ટિએ મુંબઈને પ્રથમ પતિનુ કેન્દ્ર ગણી શકાય એવી એની કારકી છે.
એટલે પછી જે કાઈને સમાજઉત્કર્ષની પ્રવૃત્તિ કરવી હાય એનુ ધ્યાન આ શહેર તરફ જાય એ સ્વાભાવિક છે. આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું મન પણ આ ષ્ટિએ મુંબઈ તરફ વિશેષ આકર્ષાયુ` હાય એ બનવા જોગ છે. જુદા જુદા વખતે મળીને ચારેક દાયકાના (વિ. સં. ૧૯૬૯ થી વિ. સ. ૨૦૧૦ સુધીના ) ગાળામાં તે પાંચ વાર મુંબઈ પધાર્યા હતા; અને બધાં મળીને એમણે આઠ ચતુર્માસ ત્યાં વિતાવ્યાં હતાં.
૫
સૌથી પહેલાં તેઓ વિ. સ. ૧૯૬૯ માં મુંબઈ ગયા અને ૧૯૬૯ તથા ૧૯૭૦ નાં બે ચામાસાં ત્યાં રહ્યા. ત્યાર પછી વિ. સ, ૧૯૭૩માં મુંબઈ ગયા, અને એક ચામાસું ત્યાં કર્યું. તે પછી વિ. સં. ૧૯૮૫ નું ચોમાસું મુંબઈમાં કર્યું. ત્યારબાદ વિ. સ. ૧૯૯૧માં તેએ મુંબઈ ગયા, અને એ ચામાસું ત્યાં પસાર કર્યુ. અને છેલ્લે છેલ્લે વિ. સં. ૨૦૦૮માં તેઓશ્રી પાંચમી વાર મુબઈ ગયા અને ૨૦૦૮-૨૦૦૯-૨૦૧૦ નાં ત્રણ ચતુર્માસ મુંબઈમાં કર્યાં. ૨૦૧૦ નું ચામાસું એ કેવળ મુંબઈનું જ નહીં પણ એમની ૬૭-૬૮ વર્ષ જેટલી સુદીર્ઘ સંયમયાત્રાનું પણ છેલ્લુ ચામાસું બની રહ્યું.
વિદ્યાલયની સ્થાપના—મુનિરાજ શ્રી વલ્લભવિજયજી પહેલવહેલાં વિ. સ. ૧૯૬૮માં મુંબઈમાં આવ્યા એથી આખા સમાજને સૌથી મેાટા અને સ્થાયી લાભ થયા તે એમની શિક્ષણુપ્રચાર માટેની સતત પ્રેરણાથી થયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના. સંસ્થાની સ્થાપનાના નિય વિ. સ. ૧૯૭૦ના ફાગણ સુદ પંચમી, તા. ૨-૩-૧૯૧૪, સેામવારના રાજ લેવામાં આવ્યા હતા અને સંસ્થાના કાર્યની શરૂઆત તા. ૧૮-૬-૧૯૧૫ના રાજ, પ`દર વિદ્યાથી ઓથી, ભાડાના મકાનમાં કરવામાં આવી હતી. આ સંસ્થાએ નવી પેઢીને ઉચ્ચ શિક્ષણ માટેની સવલતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org