________________
૬૩
સમયદશી આચાર્ય - આચાર્યશ્રી જલદ કે ક્રાંતિકારી સુધારક નહીં પણ મધ્યમમાગી સુધારક હતા, એ બીના આ ઘટનાથી પણ સમજી શકાય છે.
વિ. સં. ૧૯૭૫નું ચોમાસું આચાર્ય શ્રી સાદડીમાં રહ્યા હતા. તે વખતે સ્વ. મુનિ શ્રી જ્ઞાનસુંદરજીએ ઝગડિયાથી સાદડીના શ્રાવકો ઉપર એક પત્ર લખ્યો હતો. એમાં તેઓએ આચાર્ય મહારાજની મુક્ત મને પ્રશંસા કરીને તેઓની પ્રેરણને ઝીલીને પોતાની લક્ષ્મીને સદુપયોગ કરવા બદલ સાદડીના શ્રાવકોને પણ ધન્યવાદ આપ્યા હતા. આ પત્રમાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની શાસનઉન્નતિની યુગાનુરૂપ કાર્યવાહીને બિરદાવતાં મુનિ શ્રી જ્ઞાનસુંદરજીએ કહ્યું હતું કે–
આજે જૈન સમાજમાં હજારો લાખે જ નહીં, બલે કરડે રૂપિયા ધર્મને નામે ખરચાય છે; પરંતુ સમયની જરૂરિયાત પ્રમાણે શાસનને લાભ પહોંચાડવાના કામમાં બહુ જ ઓછા પૈસા ખરચાય છે. પરંતુ વલ્લભવિજયજી મહારાજને પ્રયત્ન ઉચ્ચ કોટિને છે. તેઓની વિશાળ દષ્ટિને વિચાર જેન કોમને ખૂબ ફાયદે કરી આપે એવો છે. એના મહત્વનું વર્ણન કરવાની શક્તિ અમારી કલમમાં નથી.”
મુનિ શ્રી જ્ઞાનસુંદરજીનું આ મૂલ્યાંકન બિલકુલ યથાર્થ છે.
૧૩
કર્મભૂમિ પંજાબની સેવા અંબાલામાં એક વાર કોઈક ગૃહસ્થ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને પૂછેલું કે, “આપ મુનિ વલ્લભવિજયજીને શું ભણાવી રહ્યા છે ?” ત્યારે તેઓએ કહેલું કે, “હું એમને પંજાબની સાચવણીના પાઠ ભણાવીને પંજાબને માટે તૈયાર કરી રહ્યો છું.” એ અર્થસૂચક જવાબમાં કોઈ ઋષિની ભવિષ્ય વાણી છુપાઈ હતી.
એ જ રીતે વિ. સં. ૧૯૫૦ના ચોમાસા પછી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તથા મુનિ શ્રી વીરવિજયજી મહારાજ શ્રી આત્મારામજી મહારાજને વંદના કરવા જીરા આવ્યા ત્યારે તેઓએ રમૂજમાં ટકોર કરી કે –“જોજે, મેં અહીં તૈયાર કરેલ સાધુઓને તમે ક્યાંક ગુજરાતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org