________________
૭૨
સમયદશી આચાર્ય મંડળ તરફથી માનપત્ર અર્પણ કરવામાં આવ્યું. એ વખતે પ્રવચન કરતાં આચાર્યશ્રીએ કહ્યું : “તમારે અપૂર્વ ભકિતભાવ જોઈને મને બહુ આનંદ થયો. અમારે સાધુઓને માટે આ માનપત્રોને શે ઉપયોગ છે? અમે આને ક્યાં રાખીશું ? અલબત્ત, તમારા હૃદયના ઉત્સાહને બતાવનારાં આ ઉત્તમ સાધન છે; અને એની મારા હૃદય ઉપર ઘણું અસર છે. તોપણ ધર્મ અને સમાજ પ્રત્યે મારી શી ફરજ છે તેનું આ
સ્મરણ કરાવે છે. સોળ વર્ષ પહેલાં મેં ગુરૂકુળનું સંચાલન તમને સોંપ્યું હતું, અને હું ગુરુદેવને સંદેશા દૂર દૂર સુધી પહોંચાડવા ગયે હતા. આજે સમાધિમંદિરનાં દર્શન કરીને મારું હૃદય ઉલ્લસિત થઈ ગયું છે. હું આજે પણ તમારા સ્વાગતમાં ગુરુદેવના આત્માને પ્રત્યક્ષ નિહાળી રહ્યો છું. તમે ગુરુકુળની કેટલી ઉન્નતિ કરી એ તો હું જ્યારે એની વાતે સારી રીતે સાંભળીશ કે એનું બરાબર નિરીક્ષણ કરીશ ત્યારે જાણવા મળશે. પરંતુ તમે યુવાનો અને વૃદ્ધો સાથે મળીને શહેરની ઉન્નતિનું કામ કરશો, તો હું રાજી થઈશ. મહાત્મા ગાંધી દેશને માટે કેટલું બલિદાન દઈ રહ્યા છે આઝાદીને માટે (જુદા જુદા) દેશમાં કેટલાં બલિદાને અપાઈ રહ્યાં છે ! આથી જૈન સમાજ ક્યારેય કંઈક બોધપાઠ લેશે ખરો ?”
(૬) દેશના વિભાજન પછી આચાર્યશ્રી ગુજરાનવાલામાંથી અમૃતસર આવ્યા. અમૃતસરથી વિહારની તૈયારી કરી ત્યારે “સનાતન ધર્મ પ્રચારક” પત્રના તંત્રી પં. રસિયારામે આચાર્યશ્રીને અંજલિ આપતાં કહ્યું: “હું સનાતનધમી બ્રાહ્મણ છું, છતાં આચાર્યશ્રી ઉપર મને અતૂટ શ્રદ્ધા છે. એમના ત્યાગ, વૈરાગ્ય, તપથી, અમૃત જેવી વાણીથી, માનવસેવાના ઉપદેશથી તથા ઉદારતાથી હું મુગ્ધ થઈ ગયો છું. હું એમને મારા ગુરુ માનું છું. દુનિયામાં મેં એમના જેવા બીજા કોઈ ત્યાગી મહાપુરુષ નથી જોયા.”
(૭) વિ. સં. ૨૦૦૪ની વાત છે. અંબાલાને કેટલાક ગૃહસ્થ આચાર્યશ્રીને અંબાલા પધારવાની વિનતિ કરવા આવ્યા. આચાર્યશ્રીએ નિર્વાસિત કુટુંબે અંગે ચિંતા દર્શાવતાં કહ્યું: સંક્રાંતિ ઉપર પંજાબ સંઘના આગેવાને પટ્ટીમાં આવવાના છે. પાકિસ્તાનથી જે કુટુંબો આવ્યાં છે, એમની વ્યવસ્થા અંગે જે યોજના તૈયાર કરી છે, એના ઉપર ત્યાં વિચારણા કરવાની છે. તે પછી અંબાલા જવું કે બિકાનેર, એને નિર્ણય કરવામાં આવશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org