________________
સમયદશી આચાર્ય
૭૧ છે અને તે પછી લગભગ એક જેટલા સજજને પિતાની માગણી રૂબરૂ રજૂ કરવા જૂનાગઢ આવ્યા હતા.
(૩) ક્યારેક કોઈ વિરોધીએ પંજાબ મહાસભાને નામે આચાર્ય વિજયવલભસૂરિજી ઉપર આક્ષેપ કર્યો. એના ખુલાસારૂપે પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજે પંન્યાસ શ્રી લલિતવિજયજીને એક પત્ર લખે; એમાં તેઓએ લખ્યું કે
આવા ઊડતા ગપાટાને આધારે કોઈ વાતનું આંદોલન ઊભું કરવાથી શું ધર્માત્માઓને ધર્મવૃદ્ધિને લાભ થશે. ખરે ? અને અત્યારે મુનિ વલ્લભવિજયજી ગુજરાતને સુખદાયક વિહારને મૂકીને કષ્ટદાયક ક્ષેત્રોમાં કરીને ધર્મોપદેશ આપી રહ્યા છે, શું એમાં એમને કઈ સ્વાર્થ છે ?......... જ્યારે હું પંજાબમાં હતા ત્યારે ગુરુમહારાજને (શ્રી આત્મારામજીને) સ્વર્ગવાસ નહોતો થયું. તેઓએ પોતે જ કહ્યું હતું કે–
મારી પછી ગુજરાતી સાધુઓ, મેં વાવેલ ધર્મબગીચાની રક્ષા કરવા માટે, ગુજરાતમાં જઈને ફરી પાછી કષ્ટદાયક ક્ષેત્રમાં આવશે, એવો મને ભરોસો નથી. પણ વલ્લભ, તારી ઉંમર નાની છે. તારા ઉપર મને ભરે છે. તું પંજાબના ધર્મક્ષેત્રને પુષ્ટ કરજે. તું આવીશ તે તારે શિષ્ય પરિવાર પણ આવશે............... તેઓ શ્રી ૧૦૦૮ ગુરુની આજ્ઞાને માથે ચડાવીને, કષ્ટ સહન કરીને, વિકટ ભૂમિમાં વિચરે છે. અમારા જેવા તે એક પણ ગુરુમહારાજના બગીચામાં જળ છંટકાવ કરવા નથી જતા. ફક્ત વલ્લભવિજયજી જ સુખદાયક વિવાર તજીને વિકટ સ્થાનમાં વિચરે છે.”
પ્રવર્તકજી મહારાજ જેવા સમભાવી, પીઢ અને ઓછાબેલા ધર્મપુરુષના આટલા શબ્દ જ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પંજાબની સેવાનું મહત્ત્વ સમજાવવા પૂરતા છે.
(૪) વિ. સં. ૧૯૯૪માં આચાર્યશ્રી પાટણ પધાર્યા. સંઘે અર્પણ કરેલા સ્વાગત-પત્રના જવાબમાં તેઓએ કહ્યું : “મારા વગર પંજાબ નહીં અને પંજાબ વગર હું નહીં. ગુરુમહારાજે અંત સમયે મને પંજાબની સંભાળ રાખવાની જે આજ્ઞા આપી હતી. એને કેવી રીતે ભૂલી શકું ?”
(૫) વિ. સં. ૧૯૯૬માં આચાર્યશ્રી ગુજરાનવાલા ગયા. ત્યાં યુવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org