________________
૭૦
સમયદશી આચાર્ય વિ. સં. ૧૯૯૩ નું ચોમાસું ખંભાતમાં કરીને એમણે પંજાબ તરફ વિહાર કર્યો અને વિ. સં. ૧૯૯૪ થી ૧૯૯૯ સુધીનાં છ માસાં પંજાબમાં કર્યા. આ એમની પંજાબની ત્રીજી યાત્રા હતી. તે પછી એક જ વર્ષ માટે આચાર્ય મહારાજે પંજાબની બહાર છતાં પંજાબની નજીક વિ. સં. ૨૦૦૦નું માસું બીકાનેરમાં કર્યું. અને ત્યાર બાદ ફરી ત્રણ ચેમામાં એમણે પંજાબમાં કર્યા.
આ રીતે પંજાબમાં છૂટક છૂટક ૩૨ માસ જેટલાં લાંબા સમય સુધીની સ્થિરતા દરમ્યાન જિનમંદિરની તથા પાઠશાળાઓની સ્થાપના, જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા, શિક્ષણપ્રચાર, ધર્મ પ્રરૂપણા, પંજાબ સંધનું સંગઠન તથા સાહિત્યને મહિમા પુનઃસ્થાપન કરવા માટે વલ્લભવિજયજી મહારાજે જે કામ કર્યું તેથી પંજાબને જૈન સંઘ ખૂબ Íક્તશાળી અને પ્રભાવશાળી બને. અને મુનિશ્રીનું વ્યક્તિત્વ પણ વિશેષ પ્રભાવશાળી બન્યું. મુનિશ્રીની આટલી બધી જહેમતને પ્રતાપે પંજાબ શ્રીસંઘ ખૂબ સંગઠિત, શક્તિશાળી અને ધર્મશ્રદ્ધામાં દૃઢ થયે.
આચાર્યશ્રીની પંજાબની સેવાઓની અને પંજાબ સંઘની તેઓના પ્રત્યેની ભક્તિની કેટલીક વિગતે જોઈએ –
(૧) વિ. સ. ૧૯૭૧ માં પંજાબ શ્રીસંઘને વિનતિપત્ર લઈને પંજાબ સંઘના આગેવાનો આચાર્યશ્રીને ગુજરાતમાં સીસોદરા ગામે મળ્યા. અને એમણે એમને પંજાબ પધારવાની વિનંતી કરી. આચાર્યશ્રીએ જવાબ આપ્યો કે, “તમે વિનંતી કરે કે ન કરો, સ્વર્ગસ્થ પ્રાતઃસ્મરણીય ગુરુમહારાજ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરિજી (આત્મારામજી) મહારાજની આજ્ઞાનું પાલન બરાબર થશે. એ તરફ આવવાની અમારી પૂરી ભાવના છે.” અહીં વ્યાખ્યાન વખતે લાહોરનિવાસી લાલા માનચંદજીએ આચાર્યશ્રીને પંજાબ પધારવા માટેનું ગુરુભક્તિનું ગીત એવા ગ ગદ સ્વરે ગાઈ સંભળાવ્યું કે આચાર્યશ્રીની તેમ જ બધા શ્રેતાઓની આંખો આંસુભીની થઈ ગઈ–જાણે ભક્તનું હૃદય ત્યાં કરુણરસને રેલાવી રહ્યું!
(૨) વિ. સં. ૧૯૭૨માં જૂનાગઢમાં ફરીને પંજાબ સંઘની પંજાબ પધારવાની વિનંતિ આવી. એમાં એક દુહ લખ્યો હતો–
ભારતવર્ષ કે બીચમેં, વલ્લભ દીનદયાલ; જિસ નગરીમેં જા રહે, કરતે ઉસે નિહાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org