________________
૬૮
સમયદશી આચાય
વધારે મહત્ત્વની વાત તા એ હતી કે જિનપ્રતિમા અને જિનવાણીના પંજાબમાં પુનરુદ્ધાર કરવા માટે જે સ્થાનકમાગી ફ્રિકાની સામે શ્રી આત્મારામજી મહારાજને ઘણું કામ કરવું પડયું હતું અને પેાતાને પણ એમાં સાથ પુરાવવા પાત્રો હતા, એ જ સ્થાનકમાગી ફિરકામાંથી મુનિ શ્રી વલ્લભવિજયજી સામેને અણગમા અને વિરાધ શમી ગયા હતા, એટલું જ નહિ એ ફિરકાના અનુયાયીએ પણ એમને આદર કરતા અને એમની ધ વાણી ઉલ્લાસ અને શ્રદ્ધાપૂ વક સાંભળતા થયા હતા. આ પ્રતાપ મુનિ શ્રી વલ્લભવિજયજીની સમતા, નિળ સાધુતા અને નિર્દેશ મનેાવૃત્તિના જ હતા. કચારેક સંજોગેાના બળે કાઈની સામે થઈને કામ કરવું પડે તેપણ એના ડંખ મનમાં ન રાખીએ, અને આવા કામની પાછળની દૃષ્ટિ પણ અંગત સ્વાર્થ કે માનની નહીં પણ લાકકલ્યાણી જ હાય તા · દિલભર લિ 'ના સિદ્ધાંત મુજબ આપણી ભલી લાગણીની અસર સામાના અંતર ઉપર થયા વગર ન રહે : આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીનું જીવન આ સિદ્ધાંતની સચ્ચાઈના' જ્વલંત પુરાવારૂપ છે.
<
આ રીતે સૌને પેાતાના માનીને મુનિ શ્રી વલ્લભવિજયજી મહારાજ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ બાદ ૧૩ વર્ષ સુધી પુજામાં વિચર્યાં, અને પ’જામ શ્રીસંઘને સાચવવાની દાદાગુરુની આજ્ઞાનું પાલન કરવાની સાથે પંજાબની અઢારે વર્ણની જનતાના ગુરુ બન્યા. સંતાને માટે તેા, સબ ભૂમિ ગેાપાલકી 'ની જેમ, એમને જન્મ ગમે ત્યાં થયા હાય, ઉછેર, અભ્યાસ અને સાધના પણુ ગમે ત્યાં થયાં હાય છતાં, આખા દેશ પેાતાનું વતન બની જાય છે; અને એમની સેવાભાવનાને આ કે તે પ્રદેશના સીમાડાએ બંધિયાર બનાવી શકતા નથી. શ્રી ઘ્યાનંદ સરસ્વતી જન્મ્યા ગુજરાત (સૌરાષ્ટ્ર )માં અને એમણે સેવાકરી ભારતનો. શ્રી સહજાન દસ્વામીએ ઉત્તર પ્રદેશમાં જન્મ ધારણ કર્યો અને ઉદ્ધાર કર્યા. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના પ્રદેશેશને. આવા તેા અનેક દાખલા મળી શકે. આ ઉપરથી એટલું જોઈ શકાય છે કે ભારતદેશની અખંડિતતા–એકરૂપતાનું દર્શીન મુખ્યપણે આવા ઉદારધ્ધિ સાધુ-સંતાના
વન અને વ્યવહારમાં થાય છે. પૂજ્ય આત્મારામજી મહારાજે પંજાબમાં જન્મીને ગુજરાત-સૌરાષ્ટ્રની કેટલી બધી સેવા કરી ! એ જ રીતે ગુજરાતમાં જન્મેલ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પંજાબની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org