________________
સમયદશી આચાર્ય પંજાબમાં દાદાગુરુના નામથી એક જૈન મહાવિદ્યાલય એટલે કે કોલેજની સ્થાપના કરવાની ભાવના પણ વિ. સં. ૧૯૯૪માં અંબાલા શહેરમાં
શ્રી આત્માનંદ જેન કોલેજ”ની સ્થાપનાથી સફળ થઈ. આ કેલેજનું ઉદ્દઘાટન જૈન સંઘના અગ્રણું શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ કર્યું હતું.
આટલે મોડે મોડે, શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગારોહણ પછી છેક ચાર દાયકા કરતાં પણ વધુ વખત પછી, આ કેલેજની સ્થાપના થઈ એ બીના આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી કઈ પણ કામ કરવાનું નક્કી કર્યા પછી, કાળની અસર નીચે, એને વીસરી જવાને બદલે એ માટે હમેશાં
ધ્યાન આપતા રહેતા હતા, અને સમય પાક્ય લાગે ત્યારે એને અમલ પણ કરી બતાવતા હતા, એ વાતની સાક્ષી પૂરે છે. આ કોલેજ તે પંજાબ શ્રીસંઘની ગુરુભક્તિ અને જ્ઞાનભક્તિની પણ કીર્તિગાથા બની રહે એવી છે. એ કહેવાની જરૂર નથી કે આપણું સંઘે સ્થાપેલ આ પહેલી જ જૈન કેલેજ હતી.
(૫) માસિક પત્રિકા તરીકે ઘણું વર્ષોથી શ્રી આત્માનંદ જૈન મહાસભા–પંજાબના મુખપત્રરૂપે “વિજયાનંદ” નામે માસિક પ્રગટ થઈ રહ્યું છે.
દાદાગુરુના સ્વર્ગવાસ પ્રસંગે મુનિ શ્રી વલ્લભવિજયજીએ કરેલ આ સંક૯પની વિગત અહીં ખાસ હેતુસર આપવામાં આવી છે. પૂજ્ય આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ પછીને પંજાબ જૈન સંઘના વિકાસને ઈતિહાસ જોતાં કહેવું જોઈએ કે, શરૂઆતમાં સામાન્ય લાગતા આ સંકલ્પની આસપાસ–એટલે કે એ નિમિત્તેજ મોટા ભાગને વિકાસ થયેલ છે; અને એ સંક૯પની પૂર્તિ કરવાને નામે પંજાબ શ્રીસંઘને એકતાનું અને કાર્યશીલતાનું વિશેષ બળ મળતું રહ્યું છે. માત્ર પચીસ વર્ષ જેટલી નાની ઉંમરે પણ મુનિ શ્રી વલ્લભવિજયજીમાં શ્રી સંધની જરૂરિયાત, સમયનાં એંધાણ અને વિકાસની દિશાને પામી જવાની કેવી કોઠાસૂઝ, સમજ અને દીર્ઘ દૃષ્ટિ હતી, એને કંઈક ખ્યાલ પણ આ સંક૯પે અને એને પૂરા કરવા માટેના તેઓના અવિરત પ્રયાસો ઉપરથી આવી શકે છે.
ભગવાન મહાવીરની અનાગ્રહી અને સર્વગ્રાહી અનેકાંત દષ્ટિના ભવ્ય વારસને શોભે એ રીતે પોતાની જીવનસાધનાને મુનિ વલ્લભવિજયજીએ વ્યાપક, ઉદાર અને સર્વહિતકારી બનાવી હતી. અને તેથી તેઓ પંજાબના શીખો, મુસલમાન અને અન્ય જૈનેતર વર્ગને પિતા તરફ આકરી શક્યા હતા અને સદાચરણની પ્રેરણું આપી શક્યા હતા એ તે ખરું જ; પણ એથીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org