________________
સમયદશી આચાર્ય
વાલાથી જ કરવાનું એમણે વિચાર્યું હતું. એ ભાવના ત્યારે તે અધૂરી રહી, અને એમના સ્વર્ગવાસ બાદ છેક ઓગણત્રીસ વર્ષ, મુનિમાંથી એ જ વર્ષે આચાર્ય બનેલા શ્રી વિજયવલ્લભસરિજી મહારાજના પવિત્ર હાથે સફળ થઈ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી તથા પંજાબ શ્રીસંઘ યત્કિંચિત ગુરુઋણ અદા કર્યાને સંતોષ લઈ શકે એવું એ કાર્ય હતું. પણ પછી દેશના વિભાજન સાથે ગુતીર્થ ગુજરાનવાલા ઉપર પણ સર્વનાશ વરસી ગયો અને એ સ્થાન પાકિસ્તાનમાં ગયું !
(૩) પંજાબમાં શ્રી આત્માનંદ જૈન મહાસભા નામે એક કેન્દ્રસ્થ સંસ્થાની સ્થાપના થવા ઉપરાંત પંજાબનાં જૈન વસતી ધરાવતાં લગભગ બધાં નાનાં-મોટાં શહેરોમાં એની શાખાઓ રૂપે શ્રી આત્માનંદ જૈન સભાની સ્થાપના થયેલી જોવા મળે છે. આ શાખા-સંસ્થાઓની મહાસભા સાથે એવી તે ફૂલગૂથણી રચાઈ ગઈ છે કે એના લીધે સમસ્ત પંજાબને શ્રીસંધ એકતાના સૂત્રે બંધાઈ ગયું છે. પિતાના ઉદ્ધારક પૂજ્ય આચાર્ય આત્મારામજીનું અને ગુરુ વલભનું નામ પંજાબનાં ભાવનાશીલ ભાઈઓબહેને ઉપર અજબ કામણ કરે છે, અને એમને ધર્મમાર્ગે ચાલવાની અને પિતાની એકતાને ટકાવી રાખવાની પ્રેરણા આપતું રહે છે.
પંજાબ ઉપરાંત રાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મુંબઈ જેવાં સ્થામાં પણ શ્રી આત્મારામજી મહારાજના નામથી અનેક સંસ્થાઓ સ્થપાઈ છે. આ સંસ્થાઓ પણ, શ્રી આત્મારામજી મહારાજના શ્રી સંધ ઉપરનાં અસાધારણ ઉપકારનાં સ્મારક બનીને, તેઓએ એ યુગના જૈન સંઘને સરખો ઘાટ આપીને સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવામાં કેટલો અસરકાર ફાળો આપ્યો હતો તેને ખ્યાલ આપે છે.
(૪) મુનિ શ્રી વલ્લભવિજયજીને સંકલ્પ મુજબ પંજાબમાં ઠેર ઠેર પાઠશાળાઓ જેવી માતા સરસ્વતીની સંખ્યાબંધ દેવકુલિકાઓ ઊભી થઈએ તે ખરું જ; પણ આ પાઠશાળાઓ આપણે બીજા પ્રદેશની પાઠશાળાઓ કરતાં વિદ્યાર્થીઓની અધ્યયનરુચિ, સંખ્યા અને સંઘને એને મળી રહેતો સાથ વગેરે બાબતોમાં અત્યારે પણ જુદી પડે એવી, તેમ જ કેવળ બાલકેબાલિકાઓ માટે જ નહીં, પણ બીજાને માટે પણ એક પ્રકારના સંસ્કારકેન્દ્રની અને મિલનસ્થાનની ગરજ સારે એવી છે.
આ પાઠશાળાઓ ઉપરાંત આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org