________________
સમયદશી આચાર્ય ઉપાડી જતા ! પંજાબને માટે મેં એમને તૈયાર કર્યા છે, અને પંજાબને એમની પાસેથી ઘણી આશા છે.”
, અને પંજાબ સંઘે શ્રી આત્મારામજી મહારાજ પાસે જ્યારે એવી ચિંતા દર્શાવી કે આપના પછી અમારી સંભાળ કોણ રાખશે, ત્યારે પણ તેઓએ કહ્યું હતું કે મુનિ વલભવિજયજી તમારી સંભાળ રાખશે. અને મુનિ વલભવિજ્યજીને પણ આચાર્ય મહારાજે એ માટે ભલામણ-આજ્ઞા. કરી હતી.
' આ ઉપરથી સહેજે સમજી શકાય છે કે, શ્રી આત્મારામજી મહારાજે પંજાબને સાચવવાની જવાબદારી મુનિ વલભવિજયજીને સેંપી હતી. અને એ નવયુવાન મુનિવરે પણ એ આજ્ઞાનું અણીશુદ્ધ પાલન કરીને પંજાબ સંધની અવિસ્મરણીય સેવા કરી હતી; એની કેટલીક વિગત જોઈએ.
વિ. સં. ૧૯પરમાં આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને વર્ગવાસ થયે અને જીવનપ્રદ મહાન જાતિનાં દર્શન સદાને માટે બંધ થઈ ગયાં. પણ એ મહાન જયેત બીજી એવી જ જ્યોત પ્રગટાવીને અમર બની ગઈ હતી ! મુનિ વલ્લભવિજયજી જેવા સમર્થ, નવયુવાન અને યુગદશી મુનિવરની ભેટ આપીને યુગદ્રષ્ટા જ્યોતિર્ધર શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ જૈન સંઘને સદાને માટે ઓશિંગણ બનાવતા ગયા.
દાદાગુરના સદાના વિરહથી મુનિ વલભવિજયજીના અંતરમાં અનાથતા જેવી એકલતા અને શૂન્યતા વ્યાપી ગઈ હતી. પણ નિરાશ થઈને નિષ્ક્રિય બેસી રહીએ તે દાદાગુરુને સંગ લાજે અને શ્રમણજીવનની સાધના નબળી સાબિત થાય. હવે તે ભાવના અને કર્તવ્યબુદ્ધિના બળે એ તને હૃદયમંદિરમાં પુનઃ પ્રગટાવીને એના અજવાળે અજવાળે કર્તવ્યને માગે આગળ જ વધવાનું હતું. - ત્યારે મુનિ શ્રી વલ્લભવિજયજીની વય તે માંડ એક પચીશી વટાવી ચૂકી હતી, અને દાદાગુરુના સંપર્કને લાભ પણ એક દાયકાથીય ઓછો જ મળ્યા હતા; અને પંજાબની રક્ષા કરવાનું અને સરસ્વતી મંદિરની સ્થાપના કરવાનું માથે આવી પડેલું યુગકર્તવ્ય તે ઘણું મોટું હતું. પણ શાસનસેવાની ધગશ, અંતરનું ખમીર અને આપસૂઝ તેમ જ કાર્યશક્તિ એમનામાં એવાં પ્રગટયાં હતાં કે પિતાના ધર્મકર્તવ્યને બનાવવામાં વયની કે પદવીના અભાવની કશી મર્યાદા આડે આવી શકે એમ ન હતી. ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org