________________
સમયદશી આચાર્ય થવું જોઈએ. આપની જાણમાં છે કે શ્રી જૈન સંઘની કેટલી અવ્યવસ્થા થઈ રહી છે ! સંઘસત્તાનો દુરૂપગ થઈ સંઘસત્તા જેવી કોઈ ચીજ રહેવા પામી નથી. આપ સમજે છે કે કોઈ પણ સત્તા અધિકારી વિના ચાલતી નથી અને શોભતી પણ નથી. આપ સમજુઓને વધારે સમજાવવાની જરૂર રહેતી નથી.” (એજન, પૃ. ૬ ૬)
આચાર્ય મહારાજની સુધારક દૃષ્ટિ કેવી મધ્યમમાગી, વિવેકી અને વ્યવહારુ હતી તે તેઓના જ શબ્દોમાં જોઈએ. વિ. સં. ૨૦૦૫ માં બામણવાડા તીર્થમાં મળેલ પિરવાડ સમેલનમાં તેઓએ કહેલું કે –
સમાજમાં સુધારાઓ એવી રીતે દાખલ થવા જોઈએ કે જેથી કાઈને અપચે ન થાય. સુધારાએ બળજબરીથી કોઈને માથે ઢાકી બેસાડાય નહીં. સુધારાને અમલ એવી રીતે થવો જોઈએ કે જેથી સમાજનો ઘણે ખરે વર્ગ તેને સ્વીકાર કરે અને કાર્ય સફળ થઈ જાય.” - અહીં એક પ્રસંગ નેધવા જેવો છે. જૈન સમાજ સુધારક વર્ગ આચાર્યશ્રીને સુધારક માનતા હતા. અને જે સુધારક હોય, તે બાલદીક્ષાને વિરોધી જ હોય એવી માન્યતા સહજપણે સુધારક વર્ગમાં પ્રવતેતી હોય છે. વિ. સં. ૨૦૦૮માં મુંબઈમાં આચાર્યશ્રીની આંખે ઍપરેશન કરાવવાનું નક્કી થયું. એ વખતે સાદડીનિવાસી અને મુંબઈમાં રહેતા શ્રી દાનમલજી દેવચંદજીએ પ્રતિજ્ઞા કરી કે જે ગુરુદેવનું ઓપરેશન સફળ થશે તે હું એમને મારો બાળ પુત્ર અર્પણ કરીશ. ઑપરેશન સફળ થયું. શ્રી દાનમલજીએ પિતાને બાળ પુત્ર આચાર્યશ્રીને સમર્પિત કર્યો, અને આચાર્યશ્રીએ એને દીક્ષા આપી. આ ઘટનાથી સુધારક વર્ગમાં સ્તબ્ધતા છવાઈ ગઈ; અને એમના અંતરમાંની આચાર્ય શ્રીના સુધારક વ્યક્તિત્વની ભવ્ય પ્રતિમા કંઈક ખંડિત પણ થઈ. પણ આચાર્યશ્રીએ, સુધારક તરીકેની પિતાની નામનાને હાનિ પહોંચશે એ વિચારથી જરાય વિચલિત થયા વગર, પિતાને અંતરની વાત સમજવતાં ખુલાસો કર્યો કે “ હું બાળકોને ભગાડી–નસાડીને ચેરી છૂપીથી દીક્ષા આપવાને વિરોધી છું; પણ જેમાં મા-બાપની સંમતિ હોય એવા બાળકને દીક્ષા આપવાનો વિરોધી નથી.” જ સુધારક વર્ગને તે આથી સંતોષ થાય એવી શક્યતા ન હતી; પણ એથી આચાર્યશ્રીના મનની સચાઈને ખ્યાલ તે બધાને મળી ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org