________________
સમયદશી આચાર્ય સારું. (૨) કપડા ઉપર જે સોનેરી ભરત ભરાવે છે. એ દસ તોલાથી વધારે ન હોય. અને તારા-ટીપકીએ તે વાપરવી જ નહીં.”
. (૭) વિ. સં. ૨૦૦૫ ના સાદડીના ચોમાસા દરમ્યાન આચાર્યશ્રીએ કન્યાવિક્રય અને વરવિજ્યની કુપથા બંધ કરાવવાનું મહત્ત્વનું કામ કર્યું.
(૮) વિ. સં. ૨૦૦૭ માં શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ એમાસું પાલીતાણામાં રહ્યા હતા. દશેરાને દિવસે શેઠ જીવતલાલ પ્રતાપસી તેઓનાં દર્શને આવ્યા. શ્રી જીવાભાઈએ કહ્યું: “મુંબઈના મધ્યસ્થ જૈન સંઘે જે ઠરાવ કર્યો છે, એ માટે અમે કઈ આચાર્ય મહારાજની સલાહ નથી લીધી; કારણ કે અમારાં કામોને વિચાર અમારે જ કરવાનું છે. (ઘણું કરીને આ ઠરાવ ઉછામણીથી ઊપજતા દેવદ્રવ્યમાં સાધારણ ખાતાને અમુક ભાગ રાખવાને લગતો કે દેવદ્રવ્ય ઉપર સાધારણ ખાતાને અમુક સેસ (કર) વસૂલ કરવાને લગતે હશે. કારણ કે ઠેર ઠેર સાધારણ ખાતાને તે વધતે જ જતું હતું.) આચાર્યશ્રીએ સ્પષ્ટ અને ખેલદિલીભર્યો જવાબ આપતાં કહ્યું: “પૈસા સંબંધી કામ, દેરાસરની વ્યવસ્થાનાં હિસાબી કામ અને બીજું કામો કે જે ગૃહસ્થોએ જ કરવાનાં હોય છે, એને માટે સાધુઓની સલાહ લેવાની કાંઈ જરૂર નથી. જે ઈ છે તે અમારી સલાહ લઈ પણ શકે, પણ એમાં દખલગીરી કરવી અમારે માટે ઉચિત નથી.” સાથે સાથે સ્વપ્નની બેલીને ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું કે “સ્વપ્નાની બલીની આવક કોઈ પણ ખાતામાં લઈ જઈ શકાય છે. કઈ પણ શાસ્ત્રમાં એવો ઉલ્લેખ નથી કે સ્વપ્નાંની બોલીની આવક દેવ ખાતામાં જ લઈ જવી જોઈએ. સ્વપ્નાની બોલી બોલવાનો રિવાજ આશરે સો-સવાસો વર્ષથી શરૂ થયો છે. સાધારણ ખાતામાં બધાંય સ્થાનમાં તટે છે. એની વિચારણા કરવી પણ બહુ જરૂરી છે.”
(૯) વિ. સં. ૨૦૦૮માં મુંબઈમાં ખ્યાવરના જૈન સંઘના આચાર્યશ્રી ઉપર કાગળ આવ્યું. એમાં પુછાવ્યું હતું કે, “સ્વપ્નાંનો બેલીનું દ્રવ્ય ક્યા ખાતામાં લઈ જવું ?” આચાર્યશ્રીએ જવાબ આપ્યો: “જ્યારે તમારે ત્યાં સ્વપ્નાની અને પારણની બેલીનું દ્રવ્ય હંમેશા સાધારણ ખાતામાં લઈ જવામાં આવે છે, તો પછી અત્યારે આ નવો સવાલ શા માટે ઊભો કરવામાં આવે છે ? સ્વપ્ના અને પારણાની બેલીનું દ્રવ્ય સાધારણ ખાતામાં ન જવું જોઈએ અને દેવદ્રવ્યમાં જ જવું જોઈએ, એ ઉલ્લેખ હજી સુધી કોઈ પણ શાસ્ત્રમાં જોવામાં નથી આવ્યું. શ્રીસંઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org