________________
સમયદર્શી આચાર્ય ટકાવી રાખવાની પ્રબળ પ્રેરણું–આ ત્રણે બાબતે સમાજઉત્કર્ષના પાયારૂપ છે. એ માટે આચાર્યશ્રીએ જીવનભર જે ચિંતા સેવી અને પ્રવૃત્તિ કરી, એ તેઓની દીર્ધદષ્ટિ અને સમયજ્ઞતાનું જ સુપરિણામ લેખી શકાય.
ડાક પ્રસંગે જઈએ –
(૧) વિ. સં. ૧૮૫૭ની વાત છે. એમણે જોયું કે લેકે વિદ્યાના કામમાં ભાગ્યે જ દાન આપે છે, એ માટે કંઈક કરવું જોઈએ. અમૃતસરમાં શ્રી આત્માનંદ જૈન પાઠશાલા પંજાબની સ્થાપનાને અવસર હતો. એમણે જનતાને વિદ્યાનું મહત્ત્વ સમજાવી એ માટે પણ કંઈક કાયમી વ્યવસ્થા કરવાની પ્રેરણા આપી. સંઘે બે ઠરાવ ક્યઃ (૧) લગ્ન વખતે જાનૈયાઓ જિનમંદિરમાં જે રકમ ભેટ મૂકે તે જિનમંદિર, શ્રી આત્માનંદ જૈન પાઠશાળા પંજાબ અને ગુજરાનવાલાનું શ્રી આત્મારામજી મહારાજનું સમાધિમંદિર–એ ત્રણે વચ્ચે સરખે ભાગે વહેંચી દેવી. (૨) પર્યુષણ વખતે જ્ઞાન સંબંધી જે બોલી બોલાય તેની રકમ શ્રી આત્માનંદ જૈન પાઠશાળા પંજાબ અને બોલી બોલનાર ગામના જ્ઞાન ખાતામાં સરખે ભાગે વહેચી દેવી.
(૨) વિ. સં. ૧૯૫૮માં આચાર્યશ્રી જૂના પટિયાલા રાજ્યના સામાના નામના ગામમાં ગયા. ત્યાં એક સ્થાનકમાગી મુનિએ એક શ્રાવક દ્વારા મૂર્તિપૂજાના શાસ્ત્રીય પાઠ અંગે પડકાર કર્યો. આચાર્યશ્રીએ શાંતિથી એટલું જ કહ્યું : “મહાનુભાવ, એક મોટી સભા કરો. બધા ધર્મોના મોટા મોટા વિદ્વાનોને બોલાવો. એ સભામાં અમે એ પાઠ બતાવીશું. એ તમને અહીં બતાવવાથી કશો લાભ નથી.” એક કલેશ અને ખાટી જીભાજોડીને પ્રસંગ ટળી ગયે.
(૩) વિ. સં. ૧૯૭૦માં મુંબઈમાં આચાર્યશ્રીની પ્રેરણુથી એક ઉચ્ચ શિક્ષણની સંસ્થા સ્થાપવાનું નક્કી થયું. સંસ્થાનું નામ રાખવાની વાત આવી તે આચાર્યશ્રીએ સ્પષ્ટ કહ્યું કે, “સંસ્થા સાથે મારું નામ જોડવાને તે કોઈ સવાલ જ નથી; ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજનું નામ જોડવામાં કશી હરકત નથી, પણ સંસ્થા સાથે કોઈ અમુક વ્યક્તિનું નામ જોડવાને બદલે બધાય જેનેને માન્ય ઇષ્ટદેવ ભગવાન મહાવીરનું નામ જોડવું એ જ ઉચિત અને લાભકારક છે.” અને એ સંસ્થાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org