________________
સમયદશી આચાર્ય જનતાને કેટલો બધો લાભ થયો! એથી અન્ય સાધુઓને માટે પણ માર્ગ મોકળા થઈ ગયે.
- આચાર્યશ્રીની દીર્ધદર્શિતા અને સમયજ્ઞતાને આવા તો બીજા પણ અનેક પ્રસંગે ઉમેરી શકાય. પણ હવે આ અંગેના તેઓના વેદનાભર્યા ઉદ્ગારે જોઈએ.
' છેક વિ. સં. ૧૮૮૫ની સાલમાં, પુરાતન ધાર્મિક માન્યતાઓના ગઢ સમા અમદાવાદમાં, “સમયધર્મ” સમજાવતાં તેઓએ કહ્યું હતું કે–
“યુવકેને નારિતક અને વૃદ્ધોને અંધશ્રદ્ધાળું કહેવાથી કશો અર્થ સરવાને નથી. બન્નેના હાથ મેળવી સમયને, દેશકાળને ઓળખીને તેમને અને જગતને બતાવી આપવાનું છે કે જૈનધર્મ શ્રેષ્ઠ છે. મોક્ષ એ કાંઈ કેઈને ઈજારો નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ દરેકે જે વીતરાગ બને તો મેક્ષ મેળવી શકે છે. ગૌતમાદિ ગણધર બ્રાહ્મણ હતા; તીર્થકરદે ક્ષત્રિય હતા ને જંબૂસ્વામી આદિ વૈશ્ય હતા. જૈનધર્મમાં સર્વને સ્થાન છે. જૈન એ ધર્મ છે, જાતિ નથી. જેનને અનુયાયી ગમે તે જતિનો હોઈ શકે છે. રાગ-દ્વેષને છેડે તે કેવલ્ય પ્રાપ્તિ કરી મોક્ષાભિગમન કરી શકે છે. પુરુષ, સ્ત્રી કે નપુંસકને પણ મેક્ષને લાયક ગણ્યો છે; આમાં લિંગભેદ ક્યાંયે નથી.
પૂર્વાચાર્યો સમયાનુસાર વતીને જૈનધર્મ દીપાવી ગયા છે. પૂર્વના જેને પણ તે પ્રમાણે વતીને પિતાનાં નામો રેશન કરી ગયા છે. આજે આપણે ક્યાં છીએ ? વિચાર કરે, આપણે ક્યાં છીએ ? આપણું કર્તવ્ય શું છે ?
“કેળવણી વિના આપણે આ નથી. કેળવણી પણ ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કારથી સુવાસિત હોવી જોઈએ. જ્યાં સુધી આ પ્રકારની ધાર્મિક કેળવણું નહિ હોય ત્યાં સુધી આપણે ઉદ્ધાર જ નથી. ફક્ત કેળવાયેલા જ જૈન શાસનની રક્ષા કરશે. સ્વામીભાઈની કમાવાની તાકાતમાં વધારો કરો. એક દિવસની રોટી આપ્યા કરતાં તેને નિરંતર રેટી મળે એવી વ્યવસ્થા કરે. જ્ઞાનીઓએ સાત ક્ષેત્ર કહ્યાં છે : (૧) જિનચૈત્ય, (૨) જિન-પ્રતિમા, (૩ અને ૪) સાધુ અને સાધ્વી, (૫) સદ્ જ્ઞાન, (૬ અને ૭) શ્રાવક અને શ્રાવિકા, તીર્થને વિરછેદ થતાં પ્રથમ શ્રાવક-શ્રાવિકા, પછી સાધુ અને સાધ્વીન વિચ્છેદ થશે. તીર્થમાં શ્રાવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org