________________
સમયદશી આચાર્ય
વસી હતી. તેથી તેની નાની કે મોટી પ્રત્યેક ધર્મક્રિયા અને સંધકલ્યાણ કે લોકકલ્યાણની પ્રવૃત્તિમાં સમતા, પાપભીરુતા અને અપ્રમત્તતા એટલે કે આત્મજાગૃતિને પ્રકાશ વિસ્તરી રહેતે, અને એમને સત્યસેવાને સાચે માર્ગે દોરતે.
દીક્ષા લઈને તરત જ તેઓ સાધુધર્મના પાલનમાં દત્તચિત્ત બની ગયા હતા. તપ, ત્યાગ, સંયમની અભિવૃદ્ધિ કરે એવી ધર્મક્રિયાઓ તરફ ની તેઓની અભિરુચિ જિંદગીની છેલ્લી પળ સુધી એવી ને એવી સતેજ રહી હતી. અને અધ્યયન-અધ્યાપન અને સંઘસેવા તથા લોકસેવાને. યજ્ઞ તે સતત ચાલતા જ રહેતો હતો. | મુંબઈમાં ૮૪ વર્ષની જઈફ ઉંમરે, છેલી ગંભીર માંદગીના બિછાનેથી પણ, દાદાનાં દર્શન કરવા છેક શત્રુંજય પહોંચવાની તીવ્ર ઝંખના અને ઊગતી ઉંમરથી જ રસત્યાગ કરીને જીભના સ્વાદ ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન તેઓની આત્મલક્ષી ધર્મસાધનાની સાક્ષી પૂરે છે.
ખાન-પાનમાં દસ વાનગીઓથી વધુ ચીજોનો ઉપગ નહીં કરવાને એમનો નિયમ હતો; અને એમાં પણ બને તેટલી ઓછી ચીજોથી દેહને દાપુ આપીને કાયાથી ધાર્યું કામ લેવાને એમને પ્રયત્ન રહેતા. વાદવૃત્તિ ઉપર કાબુ મેળવવામાં તેઓ એક પ્રકારની આંતરિક આહલાદ -અનુભવતા. - વિ. સં. ૧૯૭૭માં બીકાનેરથી પંજાબ પહોંચવા માટે એમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી પંજાબના કેઈ મેટા શહેરમાં ન પહોંચી શકાય ત્યાં સુધી રેજ એકાસણું કરવું, અને ખાન-પાનમાં આઠ ચીજોથી વધુ ચીજને ઉપયોગ ન કરવો. શાસન કે સંઘનું કઈ પણ કાર્ય હોય, એ પૂરું કરવાની શ્રીસંધને પ્રેરણું આપવા માટે પિતાને આહારની ચીજે ઉપર નિયંત્રણ મૂકવું એ તેઓને માટે સહજ બની ગયું હતું. આવા તો અનેક પ્રસંગો તેઓના જીવનમાં મળી આવે છે. - બીકાનેરથી પંજાબમાં હોશિયારપુર પહોંચ્યા અને મુનિ વલભવિજયજીની પ્રતિજ્ઞા પૂરી થઈ. પણ વળી તેઓને થયું કે જે એક વખતના આહારથી કામ ચાલતું હોય તે બે વાર શા માટે લે? અને એમણે ૫૨-૫૩ વર્ષથી ઉંમરે ફરી પાછાં એકાસણું શરૂ કર્યા.
પછી એમને થયું કે એક ઉપવાસ તો કરી શકાય છે, પણ હવે '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org