________________
સમયદશી આચાર્ય
૩૯ સ્થાપના કરવાનું યુગકર્તવ્ય એમને ભળાવ્યું હતું–જાણે એમ કરીને તેઓએ એમને પિતાના સંદેશવાહક કે ધર્મ પ્રતિનિધિ જ નીમ્યા હતા.
મુનિ વલ્લભવિજયજીએ પણ પિતાના શિરછત્રે પોતાના શિરે નાખેલી આ જવાબદારીને પૂરેપૂરી અદા કરી બતાવીને પિતાના જીવનને કૃતાર્થ બનાવ્યું હતું અને શાસનની તેમ જ સમાજની શોભા અને શકિતમાં ઘણે વધારે કરી બતાવ્યો હતો.
મુનિ વલ્લભવિજ્યજી પિતાના દાદાગુરુના યુગકાર્યને આટલી સારી રીતે પાર પાડી શક્યા, એનું મુખ્ય કારણ તેઓની પોતાના દાદાગુરુ. પ્રત્યેની અનન્ય આસ્થા અને ભક્તિ હતું. તેઓએ દાદાગુરુને ચરણે પિતાનું સર્વસ્વ સમર્પિત કર્યું હતું, અને પોતાનાં માતા, પિતા, ગુરુ અને જીવનનું સર્વસ્વ પિતાના દાદાગુરુને જ માન્યા હતા. આ અંગે એક પ્રસંગ નોંધવા જેવું છે.
શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ પછી કઈક વિનિસંતોષીએ, એમના કાળધર્મના કારણે અંગે કંઈક અફવા ઊભી કરીને વિદન ઊભું કર્યું. પોલીસે તપાસ હાથ ધરી. મુનિ વલભવિજયજીએ, ગુરુવિયેગના અસહ્ય દુઃખ ઉપર મનનું ઢાંકણું મૂકીને, પોલીસ અધિકારીને સ્વસ્થતાથી સાચા અને સંતોષકારક જવાબ આપ્યા. અને એ નકલી સંકટનું વાદળ વીખરાઈ ગયું.
આ પ્રસંગે મુનિ વલ્લભવિજયજીની ઓળખ અંગે પિલીસ અધિકારી અને મુનિશ્રી વચ્ચે જે સવાલ-જવાબ થયા તે જાણવા જેવા છેઃ
પોલીસ અધિકારીએ પૂછ્યું: “તમારું નામ શું છે?” મુનિશ્રીએ કહ્યું: “વલ્લભવિજય.” સવાલઃ “તમારા પિતાનું નામ ?” જવાબઃ “આત્મારામજી મહારાજ.” સવાલ: “માતાનું નામ ?” જવાબઃ “આત્મારામજી મહારાજ.” સવાલઃ “ગુરુનું નામ?” જવાબ : “આત્મારામજી મહારાજ ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org