________________
૪૮
5
કે
1
સમયદશી આચાર્ય ખૂબ પ્રભાવિત થઈ હતી. આ વખતે વિરોધીઓએ તેઓ વ્યાવહારિક શિક્ષણને પ્રોત્સાહન આપવાનાં સાંસારિક કામ કરે છે, એવા આક્ષેપ કરીને એમની સામે અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય સામે વિરોધની પત્રિકાઓ પ્રગટ કરી. આ પત્રિકાઓથી આચાર્ય મહારાજના અનુરાગીઓ રેષે ભરાયા. અને એને જવાબ આપવા તૈયાર થઈ ગયા. - આચાર્યશ્રીએ એમને શાંત પાડ્યા અને કહ્યું: “મહાનુભાવો, શાંતિ સુખ છે અને અશાંતિ દુઃખ છે. શાંતિમાં જ આપણું કલ્યાણ છે. લેકેના ખોટા કથન અને આક્ષેપોથી આપણે શા માટે ઉશ્કેરાઈ જવું ? જેઓનું કામ ખોટા આક્ષેપ કરવાનું અને સમાજમાં અશાંતિ ઊભી કરવાનું છે, તેઓ ભલે પેતાનું કામ કરે. આપણું કામ શાંતિ રાખવાનું છે, એટલે આપણે આપણું કામ કરવું જોઈએ. આગમાં ઘી નાખવાથી તે ઊલટી એ વધુ ભડકી ઊઠે છે, પણ પાણી નાખવાથી એ શાંત થઈ જાય છે.”
લોકાને મનનું સમાધાન થયું. તેઓ શાંતિનું મહત્વ સમજ્યા.
વિ. સં. ૧૯૬૮માં વડોદરામાં શ્રી આત્મારામજી મહારાજના સમુદાયના સાધુઓનું સમેલન ભરાયું. સંમેલનમાં મુનિ વલ્લભવિજયજીએ જે ઠરેલપણું, શાણપણ અને દૂર દેશી દાખવ્યાં તેથી એમની પ્રશંસા થવા લાગી. વિરોધીઓને આ વાત ન ગમી.
એ વખતે લાલન-શિવજી પ્રકરણને લઈને જૈન સંઘમાં મોટે સંક્ષોભ ઊભો થયો હતો; અને સંઘમાં બે પક્ષ પડી ગયા હતા. શ્રી ફતેહચંદભાઈ લાલન અને શ્રી શિવજીભાઈ ઉપર એ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એ બન્નેએ પિતાના અનુરાગીઓ પાસે શત્રુંજય તીર્થ ઉપર પિતાની પૂજા કરાવી હતી. એક પક્ષ આ આક્ષેપને સાચે માનતા હતા; બીજો પક્ષ એને ખોટે માનતો હતો. - સમેલનના અધ્યક્ષ આચાર્ય શ્રી વિજયકમલસૂરિજી પહેલા પક્ષમાં હતા, અને પ્રવર્તક શ્રી કાંતિવિજયજી તથા મુનિ શ્રી વલ્લભવિજયજી બીજા પક્ષમાં હતા. પરિસ્થિતિ બહુ નાજુક હતી. જરાક સમભાવ ગુમાવ્યું અને ઉતાવળ કરી તો આ મતભેદ સમુદાયમાં મતભેદ અને મનભેદ ઊભું કરીને સમેલનને નિષ્ફળ બનાવી દે એવો ભય હતે.
પણ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજે તથા મુનિ શ્રી વલ્લભવિજ્યજીએ ખૂબ ધીરજ અને સમતાથી કામ લઈને આચાર્ય શ્રી વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org