________________
સમયદશી આચાર્ય તીર્થકર ભગવાને પણ કહ્યું છે કેઃ ને રિટાળાં દિયરફ ધને– જે દુઃખીઓની સેવા કરે છે તે ધન્ય છે.
અહિંસા, સંયમ અને તપસ્યામય જીવન જીવી જાણ્યાને આ જ સાર છે.
સમતા
- ભગવાને કહ્યું છે કે, “સમતાથી જ શ્રમણ બની શકાય છે (સમવાનું સમળો હોર્ર–શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર)'. છે જે સાધક પોતાના જીવનમાં સમભાવને ન કેળવી શકે તે સાચે શ્રમણ ન બની શકે.
કોઈ નિંદા કરે કે સ્તુતિ કરે, કઈ ક્રોધ કરે કે સ્નેહ દર્શાવે, કઈ તિરસ્કાર કરે કે માન આપે, સુખ આવી પડે કે દુઃખ આવી પડે–એ બધાંની વચ્ચે હિમાલયની જેમ સ્થિર અને સ્વસ્થ રહેવાની કળા, એનું નામ સમતા. સ્થિતપ્રજ્ઞનું અને વીતરાગનું પણ એ જ લક્ષણ. - મુનિ વલ્લભવિજયજી શ્રમણુધર્મના ઉપાસક બન્યા હતા. સમતાની પ્રાપ્તિ એ એમની સાધનાનું ધ્યેય હતું. અને એ બેયને પ્રાપ્ત કરવામાં એમને સફળતા મળી હતી. - થોડાક પ્રસંગો જોઈએ.
છેલ્લાં ત્રણ વિ. સ. ૨૦૦૮, ૨૦૦૮ અને ૨૦૧૦નાં ત્રણ માસાં આચાર્યશ્રીએ મુંબઈમાં કર્યા હતાં. મુંબઈમાં પ્રવેશ કર્યો ત્યારે બન્ને આંખનાં તેજ વિલાઈ ગયાં હતાં. અને ૮૧ વર્ષની કાયા ઘડપણના લીધે ડોલવા લાગી હતી. અને છતાં સંઘસેવા અને જનસેવાની ભાવનામાં જરાય ખામી આવવા પામી ન હતી. .. તેઓએ વિચાર્યું ? જે કંઈ શેષ આયુષ્ય છે, એમાં જુદાં જુદાં
સ્થાનેના સંઘનાં દર્શન કરીને એમને ભગવાનની વાણી સંભળાવવાને લાભ લઈ લે જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org