________________
સમયદશી આચાય
૨૯
આચાર્ય દેવ આ નવયુવાન મુનિવરના આવા લાગણીભીના અંતરને મનેામન પ્રશંસી રહ્યા : કેવું કુમળું અને સવેદનશીલ હૃદય ! અહિંસા અને કરુણાની સરવાણીએ આવા મુલાયમ અને રસાળ હૃદયમાંથી જ
પ્રગટવાની અને માનવસમાજને પાવન કરવાની,
દાદાગુરુના ચરણોમાં
સૂર્ય ચંદ્રને પ્રકાશ આપે, અને ચંદ્ર એ પ્રકાશને ધરતી ઉપર રેલાવીને અધારી રાતે અજવાળા પાથરે; એવું જ કામ દાદાગુરુ અને એમના વત્સલ ઉત્તરાધિકારી મુનિ શ્રી વલ્લભવિજયજીએ શ્રીસ ઘના દ્યોત માટે કરી બતાવ્યું. જ્ઞાનજ્યોતિ અને કર્તવ્યમૂર્તિ દાદાગુરુના પ્રકાશ ઝીલીને મુનિ વલ્લભવિજયજી જીવનભર ધર્મદ્યોત અને શ્રીસંધમાં વિસ્તારતા રહ્યા.
સમાજકલ્યાણને પ્રકાશ
આત્મારામજી મહારાજની ભાવના મુનિ વલ્લભવિજયજીને શાસ્ત્રવેત્તા ઉપરાંત શાસનના ઉદ્ધારક અને પંજાબના રક્ષક બનાવવાની હતી. જ્ઞાન અને ચારિત્રના ધારક અને સંઘના હિતચિંતક ગુરુને હમેશાં પોતાના ચેાગ્ય ઉત્તરાધિકારીની ઝંખના રહે છે. શ્રી આત્મારામજી મહારાજનું મન મુનિ વલ્લભવિજયજી ઉપર ખૂબ કર્યું હતું. અને જાણે તેને આ યુવાન મુનિમાં પેાતાનાં અધૂરાં કાર્યને પૂરાં કરનાર શકિતશાળી અને ભક્તિશીલ વારસદારનાં દર્શન થયાં હતાં.
અબાલામાં કાઈ કે આચાર્ય મહારાજને પૂછ્યું કે
આ મુનિને આપ
શું ભણાવી રહ્યા છે, ત્યારે એમણે એ ભાઈને ભારે અર્થસૂચક અને આ વાણીભરેલા જવાબ આપતાં કહ્યું કે, એમને પંજાબની સાચવણીના પાઠ ભણાવીને પંજાબને માટે તૈયાર કરી રહ્યો
છું.”
મુનિ શ્રી વલ્લભવજયનું મન જેમ વિદ્યાઅધ્યયન માટે તલસી રહેતું તેમ વિદ્યાના પ્રસાર માટે પણ ખૂબ ઉત્સુક રહેતુ. માનવીને સાચે માનવી બનાવવાનું ખરું સાધન જ્ઞાન જ છે, એ તે ખરાબર સમજવા
લાગ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org