________________
૨૮
સમયદશી આચાર્ય પથ્યની પૂરી સંભાળ રાખીને રાત-દિવસ ભકિત કરી. પણ આ વખતે વ્યાધિ એવું અસાધ્ય રૂપ લઈને આવ્યો હતો કે છેવટે શ્રી હર્ષવિજ્યજી મહારાજ વિ.સં. ૧૯૪૬ ના ચૈત્ર સુદિ ૧૦ ના રોજ કાળધર્મ પામ્યા ! દાદાગુરુ પંજાબમાં બિરાજતા હતા અને ગુરુમહારાજે પરલોક પ્રયાણ કર્યું હતું. મુનિ વલ્લવિજયજીના અંતરમાં સૂનકાર વ્યાપી ગયો !
દિલ્હીના સંઘે અને સાથેના મુનિવરેએ ઘણું આશ્વાસન આપ્યું; શ્રીસંઘે તે અભ્યાસ માટેની બધી જોગવાઈ કરી આપવાનું અને દિલ્હીમાં ચતુર્માસ કરવાનું પણ કહ્યું, પણ મુનિશ્રીનું મન કઈ રીતે ન માન્યું. મુનિજીના મનની સ્થિતિ સઢ ફાટેલા વહાણ જેવી અસહાય બની ગઈ હતી. એ સઢના સાંધણહાર એક જ હતા અને અત્યારે એ પંજાબની ભૂમિમાં બિરાજતા હતા. આવા કારમાં સંકટમાં એ જ સાચું શરણુ હતા. મુનિ વલ્લભવિજયજીએ પંજાબ તરફ વિહાર કર્યો. એમનું રોમ રોમ અત્યારે શ્રી આત્મારામજી મહારાજને જ ઝંખી રહ્યું હતું : ક્યારે આવે પંજાબ ! અને ક્યારે મળે ગુરુચરણેને આશ્રય ! | મુનિ વલ્લભવિજ્યજી તથા એમના બે ગુરુભાઈઓ મુનિ શ્રી શુભવિજયજી તથા મુનિ શ્રી મોતીવિજ્યજી ઝડપથી પંજાબ તરફ જઈ રહ્યા છે. વાત્સલ્યમૂતિ આચાર્ય મહારાજનાં દર્શનની તાલાવેલીમાં એમને સાવ અજાણ્યા પ્રદેશ અને સાવ અજાણ્યો પંથ પણ કશી રકાવટ કરી શકતા નથી.
છેવટે વિહાર સફળ થયેઃ તેઓ પોતાની મંજિલે દાદાગુરના ચરણેમાં, અંબાલા કેમ્પમાં પહોંચી ગયા. મુનિ વલ્લભવિજયજીનું ચિત્ત ભારે સાતા અનુભવી રહ્યું. સ્વજનની સામે દુઃખનું ઢાંકણ આપમેળે ઊઘડી જાય છે. શ્રી આત્મારામજી મહારાજને આશ્રય પામીને મુનિ શ્રી વલ્લભવજયજીના અંતરની લાગણીના બંધ જાણે પળ માટે છૂટી ગયા. દાદાગુરુના ચરણોમાં મસ્તક ઢાળી દઈને એને તેઓ અશ્રુઓથી અભિષેક કરી રહ્યા. લાગણીના એ પ્રવાહ આગળ વાણું જાણે થંભી ગઈ. શ્રી આત્મારામજી મહારાજે હેતાળ હાથે એમને હૈયે લગાવીને આશ્વાસન આપ્યું: “મહાનુભાવ, ભાવી ભાવને કોણ રોકી શકયું છે ભલા ?” મન કંઈક સ્વસ્થ થયું એટલે મુનિ વલ્લભવિજયજીએ દાદાગુરૂછીને એક જ વિનંતિ કરી ઃ “ગુરદેવ, હવેથી મને ક્યારેય આપના ચરણેથી દૂર ન કરશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org