________________
૩૦
સમયદશી આચાર્ય એક પ્રસંગ આ વાતની સાક્ષી પૂરે છે. એમને હમેશાં લાગ્યા કરતું કે પોતાના સ્વર્ગસ્થ ગુરુમહારાજના અપાર ઉપકારના રસ્મરણ નિમિત્તે કંઈક પણ એમને પ્રિય એવું રસત્કાર્ય કરવું ઘટે. અને એમનું તથા એમના ગુરુભાઈઓનું મન કોઈ ઉત્સવ-મહોત્સવ કરવાને બદલે ગુરુના નામથી એક જ્ઞાનભંડારની સ્થાપના કરવા તરફ વળ્યું. એમણે પિતાની આ ભાવના આચાર્ય મહારાજને જણાવી. આચાર્ય મહારાજે આવી ઉત્તમ ભાવનાને સહર્ષ પ્રોત્સાહન આપ્યું. લુધિયાનામાં શ્રી હર્ષવિજયજી જ્ઞાનભંડારની સ્થાપના થઈ. પછીથી એ જ્ઞાનભંડાર જડિયાલાગુરુ નામે શહેરમાં લઈ જવામાં આવ્યો. જ્ઞાનપ્રસારની રૂચિનું આ બીજ, સમય જતાં, ખૂબ પાંગર્યું; અને મુનિ વલ્લભવજયજીના હાથે ઠેર ઠેર જ્ઞાનની નાની-મોટી પરબની સ્થાપના થઈ.
વિ.સં. ૧૯૪૬નું ચોમાસું માલેરકેટલામાં થયું. પંજાબની ભલી-ભેળી અને ભકિતશીલ જનતાને મુનિશ્રીને નવો નવો અનુભવ હતો; અને દાદાગુરુની સેવા અને વિદ્યાભ્યાસને કારણે જનસંપર્કને અવકાશ પણ છે રહેતો; છતાં શાસનભક્ત મુનિવર અને પંજાબના ભકતદુદય શ્રીસંઘ વચ્ચે ધર્મસ્નેહના તાણવાણુ રચાતાં વાર ન લાગી. મુનિ વલ્લભવિજયજીને પંજાબની ભકિતસભર અને ખમીરવંત ભૂમિ ખૂબ ગમી ગઈ. અને પંજાબની ભક્તિ અને શક્તિના પ્રતીક સમા દાદાગુરુનો સત્સંગ તે જીવનમાં સમજણનું પરોઢ ઊગ્યું ત્યારથી જ મળી ગયા હતા. કેવું પ્રતાપી, પુણ્યશાળી અને પાવનકારી એમનું વ્યકિતત્વ હતું ! એમાં પંજાબની પુણ્યભૂમિમાં વિચરવાને અને દાદાગુરુને હાથે ધર્મશ્રદ્ધા અને ધર્મભક્તિનું નવજીવન પામી રહેલ પંજાબ શ્રીસંધને પ્રત્યક્ષ પરિચય કરવાને અવસર મળ્યો. મુનિ વલલભવિજયનું અંતર પંજાબ તરફના ધર્મસ્નેહના રંગથી રંગાવા લાગ્યું.
વિ.સં. ૧૯૪૭માં પટ્ટીમાં જવાનું થયું. ત્યાં પંડિત ઉત્તમચંદજીનો યોગ મળી ગયો. એમની ભણાવવાની શૈલી અંતરમાં દવા પ્રગટાવે એવી આદર્શ હતી. શ્રી વલ્લભવિજયજીને તે મનગમતા મેવા મળ્યા જેવું થયું. પણ એવામાં વિહાર કરવાનો પ્રસંગ આવ્યો, અને આવા પંડિતપુરુષ પાસેથી જ્ઞાન મેળવવાની આકાંક્ષા અધૂરી રહી. પિતાને ક્યારેય પોતાની સેવામાંથી દૂર નહીં કરવાની ભિક્ષા તો દાદાગુરુ પાસે મુનિશ્રીએ પોતે જ માગી હતી. એટલે હવે વિશેષ અધ્યયન માટે દાદાગુર્થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org