________________
૩ર
સમયદી આચાય
ધનની તૃપ્તિ થવી તા દૂર ને દૂર જ રહે ! વિદ્યારસનું પણ કંઈક એવુ જ છે ઃ એક વાર જિજ્ઞાસા અને જ્ઞાનેાપાનની તાલાવેલી જાગી, એટલે પછી જે કઈ અધ્યયન થઈ શકયુ હાય ઍનાથી સતાષ માનવાને બદલે એના કરતાં ઘણું ઘણું બાકી રહી ગયેલું છે, એમ લાગ્યા જ કરે અને એ મેળવવાની ઝંખના રહ્યા જ કરેઃ કાં જઈ કાની પાસે આ જ્ઞાનતૃષાને છિપાવી શકાય, એવી તીવ્ર લાગણીથી પ્રેરાઈને એ નવા નવા માર્ગો રોાધતા જ રહે. પણ ધનના લાભ અને જ્ઞાનના લેાભ વચ્ચે પાયાનુ અંતર છે : ધનના લેાભ માનવીને પામર બનાવી મૂકે છે; જ્ઞાનના લેાભ માનવીને પુરુષાથી બનાવીને વિકાસ તરફ દારી જાય છે.
મુનિ વલ્લભવજયજીને જ્ઞાનના અમૃતના આસ્વાદ મળી ચૂકયો હતા. એ સ્વાદ કેવા અપૂર્વ હતા અને એમને જાતઅનુભવ થયા હતા. એટલે તે તા હમેશાં એ વાતની જ શેાધ કરતા કે કાં જવાથી વિશેષ અધ્યયનમાં આગળ વધી શકાય ? કયારેક તા આ ઝંખના એવી તીવ્ર બની જતી કે તેઓ દાદાગુરુથી ઘણું દૂર જવાનું સાહસ કરવાન વિચાર પણ કરી બેસતા. આવે! જ એક પ્રસંગ અહીં નાંધવા જેવે છે.
એક વાર ગુજરાતમાંથી સમાચાર આવ્યા કે પાલીતાણામાં મુનિવરાના અભ્યાસને માટે બાબુ બુધસિંહ દુધૅડિયાએ એક સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી છે, અને એમાં સારા સારા પપડા રાખવામાં આવ્યા છે.
આ સમાચાર જાણીતા શાસ્ત્રાભ્યાસી ધર્માત્મા શેડ શ્રી કુંવરજી આણું છ જેવા રેલ અને જવાબદાર આગેવાને મુનિરાજ શ્રી વીરવિજયજી ઉપર પંજાબમાં લખ્યા હતા. શ્રી વીરવિજયજી મહારાજ પાસેથી આ વાત જાણી એટલે મુનિ વલ્લભવિજયનું મન પંજામ છેાડીને છેક પાલીતાણા પહોંચવાના વિચારો કરવા લાગ્યું, એમણે આ માટે દાદાગુરુની અનુમતિ મંગાવી તે તેઓએ, ભાવી લાભાલાભને વિચાર કરીને, પેાતાની સીધેસીધી સંમતિ ન આપી, તેમ જ એ માટે નાખુશી પણ ન દર્શાવી; પણ ‘તમને સુખ ઊપજે એમ ખુશીથી કરી, પણ ત્યાં પાંચ વર્ષથી વધુ ન શકાશે; પાચ વર્ષોમાં પણ જ્યારે પણ મન થાય ત્યારે વગર સાચે પાછા આવી જજો અને ત્યાં જવામાં તમને બન્ને તરફથી નુકસાન ન થાય એને ખ્યાલ રાખજો '——એ મતલબના હિíશક્ષાભરેલા જવાબ આપ્યા.
શ્રી વલ્લભવિજયજી મહારાજનું મન તા હજી પાલીતાણા પહેાંચવા ઉત્સુક હતું; પણ પંજાબ સંઘના પ્રયાસેાથી અને ગુજરાતથી આવેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org