________________
સમયેદશી આચાર્ય
૩૫
જ્યોતિર્ધરનો અંતિમ આદેશ શ્રી આત્મારામજી મહારાજ જૈન સંઘના એક સમર્થ સંઘનાયક હતા, એટલે તેઓના રોમરોમમાં જૈન સંઘના અભ્યદયની ભાવના ધબકતી હોય એ સ્વાભાવિક છે. વળી, તેઓ આગામી યુગનું સ્પષ્ટ દર્શન કરી શકતા હતા. ન ધ ધાર્વિના –ધર્મ પિતાનું અસ્તિત્વ એના અનુયાયીઓમાં જ ટકાવી શકે છે, એ વાતનું હાર્દ તેઓશ્રી બરાબર સમજતા હતા,
- અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન ક્રાંતિ કહી શકાય એટલું વ્યાપક પરિવર્તન સમાજવ્યવસ્થામાં પ્રવેશી ગયું હતું; અને પિતાના વર્ચસ્વને ટકાવી રાખવા માટે દરેક વર્ગ, જ્ઞાતિ અને સમાજે વ્યાપક વિદ્યાધ્યયનને આશ્રય લીધા વગર ચાલવાનું ન હતું. અગમચેતી વાપરીને આ દિશામાં વહેલાં પ્રયત્નશીલ થનાર સમાજ વહેલે શક્તિશાળી અને સમૃદ્ધ બની શકવાનો હતો : આત્મારામજી મહારાજની ચકોર બુદ્ધિએ આ વાત બરાબર સમજી લીધી હતી, અને તેથી જ જૈન સમાજ વિદ્યાસાધનામાં પછાત ન રહેતાં પ્રગતિશીલ બને એવી એમની તીવ્ર ઝંખના હતી, અને પિતાની ઉત્તરાવસ્થામાં એ માટે પ્રયત્ન કરવાની એમની તમન્ના પણ હતી.
સમાજ તથા વ્યક્તિના વિકાસને માટે જેમ એક બાજુ દેવમંદિરની જરૂર હતી, તેમ બીજી બાજુ સરસ્વતી મંદિરની પણ એટલી જ જરૂર હતી, એ રહસ્ય તેઓ બરાબર જાણતા હતા. જિનમંદિરની સ્થાપના અને પ્રતિમાઓની પ્રતિષ્ઠા દ્વારા જેન સંઘની ધર્મશ્રદ્ધાને પરિમાર્જિત અને સ્થિર કરવાનું એક યુગકાર્ય સારી રીતે પૂરું થયું હતું. અને હવે ઠેર ઠેર સરસ્વતી મંદિરની સ્થાપના કરીને જૈન સંઘના વ્યક્તિત્વને વધારે તેજસ્વી બનાવવાનું બીજું યુગકાર્ય સામે આવીને ઊભું હતું.
આ સમાજહિતિષી આચાર્યશ્રીની વિદ્યાપ્રસારની તીવ્ર ઝંખનાને કંઈક ખ્યાલ “નવયુગનિર્માતા” ગ્રંથમાંના (પૃ. ૪૦૯) નિમ્ન પ્રસંગ ઉપરથી પણ મળી રહે છે. એ યાદગાર પ્રસંગ કહે છે
“ જ્યારે આચાર્યશ્રી (વિ. સં. ૧૯૫૨માં ) લુધિયાનામાં બિરાજતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org