________________
૩૬
સમયદશી આચાર્ય હતા ત્યારે એમના શ્રદ્ધાળુ એક ક્ષત્રિયે કહ્યું : “આપ મંદિરે બનાવરાવી રહ્યા છે એ સારું છે, પરંતુ એની શ્રદ્ધાપૂર્વક પૂજા કરનારાઓ પેદા કરવા માટે આપે સરસ્વતી મંદિરની સ્થાપના તરફ પણ ધ્યાન આપવું જોઈએ. આના જવાબમાં આચાર્યશ્રીએ ફરમાવ્યું કે પ્રિય ભાઈ, તમારું કહેવું સાચું છે; હું પણ આ વાત સમજું છું, પરંતુ સૌપહેલાં આમની-શ્રાવકેની શ્રદ્ધાને સ્થિર કરવા માટે આ મંદિરની જરૂર હતી; તેથી એ કામ તે હવે પ્રાયઃ પૂરું થઈ ગયું છે; અને એમાં જે કંઈ ખામી છે તે પણ ધીમે ધીમે પૂરી થઈ જશે. હવે હું સરસ્વતી-મંદિરની સ્થાપના તરફ જ વિશેષ ધ્યાન આપવાનો પ્રયત્ન કરીશ. આને માટે આખા પંજાબમાં ગુજરાનવાલા જ વધારે ઉપયોગી થઈ શકે એમ છે. હવે હું એ બાજુ જ વિહાર કરી રહ્યો છું. જે આયુષ્ય સાથે આ તે વૈશાખ મહિનામાં સનખતરાની પ્રતિષ્ઠા કરીને સીધે ગુજરાનવાલા પહોંચીશ અને પહેલાં આ કામને જ હાથ ધરવાને પ્રયત્ન કરીશ.”
લુધિયાનામાં ઉપરને પ્રસંગ બન્યો તેના આગલે વર્ષ, અંબાલાથી વિ. સં. ૧૯૫૧ના ભાદરવા સુદિ ૧૩ ને સોમવારના રોજ, શ્રી આત્મારામજી મહારાજે, મુંબઈમાં શેઠ શ્રી ફકીરચંદ રાયચંદ આદિ સકળ સંઘ ઉપર ખામણાનો પત્ર લખતાં, મુંબઈમાં જૈન કૅલેજ સ્થાપવાની વાત અંગે પિતાની ખુશાલી દર્શાવતાં લખ્યું હતું કે –
“શહર અંબાલા–પુજ્યપાદ શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામ) મહારાજજીના તરફથી ધર્મલાભ વાંચજે–
“મુંબઈ બંદર–શ્રાવક પુણ્યપ્રભાવક દેવગુરુભક્તિકારક શેઠ ફકીરચંદ પ્રેમચંદ રાયચંદજી વિગેરે સકળ શ્રીસંઘ યેગ્ય........
“ પ્રથમ હમોને અમરચંદ પિ. પરમારના કાગળથી સમાચાર મળ્યા હતા કે “અત્રે શ્રીસંઘની એક જૈન કોલેજ ખોલવાની મરજી થઈ છે અને તેના ફંડને માટે ગોઠવણ પણ થવા લાગી છે, તેવું માલુમ પડ્યું છે.” આ વાત વાંચી હમારા દિલમાં એટલે ઉત્સાહ પેદા થયું હતું કે તે જ્ઞાની મહારાજજી જાને છે; પરંતુ હવે તે વિચાર પરિપૂર્ણ કરી હમારા ઉત્સાહને વૃદ્ધિ કરશે તથા જૈનધર્મને ઝંડો ફરકાવશે. આપના જેવાં નરરને શ્રીસંધમાં વિદ્યમાન છે, જે ધારે તે કરી શકે એમ છે, માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org