Book Title: Samaydarshi Acharya
Author(s): Ratilal D Desai
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 45
________________ સમયદશી આચાર્ય આવી આશા-અપેક્ષા પ્રવર્તતી હોય છે. અને જે ધર્મગુરુ એને પૂરી કરવાને પુરુષાર્થ કરે છે, એ પોતાનું અને બીજાનું ભલું કરીને પિતાના ધર્મગુરુપદને શોભાવવા સાથે જનહદયના અધિપતિ બની જાય છે. જનસમૂહની આવી આશાને પૂરી કરવા માટે ધર્મગુરુએ જ્ઞાન-ચારિત્રની અખંડપણે અને અપ્રમત્તભાવે ઉપાસના કરવાની હોય છે. એક વીશી કરતાંય ઓછી ઉંમરે સંયમ અને ત્યાગને માર્ગ, સમજણ અને ઉલાસપૂર્વક, સ્વીકારનાર મુનિ વલભવિજયજી ધર્મગુરુપદનાં આ જવાબદારી અને આ મહિમા જાણે હૈયા ઉકલતથી આપમેળે જ સમજી ગયા હતા, અને એ માટે પોતાની જાતને સજજ કરી રહ્યા હતા. ભગવાન મહાવીરે ગુરુ ગૌતમવામીને અને એ દ્વારા સમગ્ર વિશ્વને પળમાત્રને પણ પ્રમાદ ન કરવાનું (નમાં ! મr givના સૂત્રનું) જે ઉબેધન કર્યું હતું તે મુનિ વલભવિજયજીના અંતરમાં બરાબર વસી ગયું હતું : નિરર્થક વાત કે પ્રવૃત્તિમાં કાળક્ષેપ થાય તે તે જીવનને વિકાસ જ રંધાઈ જાય અને સમયની બરબાદી સાથે સાધુજીવનની પણ બરબાદી થઈ જાય. આટલા માટે જ સદા જાગ્રત રહેવાની જરૂર છે. મુનિ વર્ભાવજયજીએ શરૂઆતથી જ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કેષ, જ્યોતિષ, ચરિત્રો, આગમગ્રંથો અને ધર્મ શાસ્ત્રોના અધ્યયનમાં મનને પરવી દીધું હતું અને ધર્મ દેશને આપવાની ફરજ પણ નાની ઉંમરે જ બજાવવાની આવી, એટલે શાસ્ત્રજ્ઞાતા બનવાની સાથે સાથે પ્રભાવશાળી વક્તા તરીકેની શક્તિને પણ એમનામાં વિકાસ શરૂઆતથી જ થત ગયો. વળી જ્ઞાનના મહાસાગર સમા દાદાગુરુના જ્ઞાન અને અનુભવને લાભ તો હરહંમેશ મળતો જ હતો. માગવા છતાં કે પ્રયત્ન કરવા છતાં પણ ભાગ્યે જ મળે એવો સુંદર યોગ મળી ગયો હતો, અને એનો લાભ લેવામાં કશી ખામી ન રહી જાય એને ખ્યાલ રાખવાને હતો. એટલા માટે જ દાદાગુરુથી દૂર રહેવાનું એમને ગમતું ન હતું. અને છતાં ગુરુની સેવા પણ એટલી જ લાભકારી હતી. તેઓ સહર્ષ પાલીમાં રોકાઈ ગયા. મુનિશ્રીએ જ્યારે પાલીમાં ચોમાસું ક્યું તે વર્ષે શ્રી આત્મારામજી મહારાજ જોધપુરમાં ચતુર્માસ રહ્યા હતા. મુનિશ્રીને તો એમ જ થતું કે ક્યારે મારા ગુરુવર્યનું સ્વારશ્ય સારું થાય અને અમે ક્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165