________________
સમયદશી આચાર્ય
૨૫ હતું, પણ ગુરુસેવાનો આ યોગ મુનિ વલલભવિયજીએ સહર્ષ વધાવી લીધો. શ્રી હર્ષવિજયજી મહારાજ પિતાના ગુરુ હતા એટલું જ નહીં, તેઓ ખૂબ શાંત, સમતાધારી અને શાસ્ત્રોના અભ્યાસી હતા. પદવી તે એમની પાસે કાઈ હતી નહીં અને પદવી તરફનું એમને આર્કષણ પણ ન હતું. તેઓ તે સાવ નિર્મોહી શ્રમણ હતા; પણ એમને શાસ્ત્રોના અધ્યયન-અધ્યાપનને યજ્ઞ એ અવિરત ચાલતે રહેતે કે તેઓ સમુદાયમાં વગર પદવીના છતાં સાચા અર્થમાં ઉપાધ્યાય જ હતા. સમુદાયમાં સૌ “ભાઈજી મહારાજ” ને આદર અને સ્નેહભર્યા ઉપનામથી એમને ઓળખતા; સાચે જ, તેઓ સહુના હિતચિંતક ભ્રાતા જ હતા, આવા જ્ઞાની, નિર્મોહી અને શાંત ગુરૂના શિષ્ય બનવાને યોગ મળે એ મુનિ વલ્લભવિજયજીનું સદ્દભાગ્ય હતું. એટલે એમની ભક્તિ એ તો, ખરી રીતે, ધર્મની જ ભકિત હતી.
આમ છતાં દાદાગુરથી આટલું પણ જુદું રહેવું પડયું એની ખામી શ્રી વલભવિજ્યજીને વરતાયા વગર ન રહીઃ શ્રી આત્મારાજી મહારાજ એવા હેતાળ અને હિતચિંતક હતા. અને મુનિ વલ્લભવિજયજી ઉપર તે એમને વિશેષ ભાવ હતો. યૌવનને આંગણે આવી ઊભેલા ૧૭–૧૮ વર્ષના આ મુનિમાં જાણે એમને આશાની આલાદકારી એંધાણીએ દેખાતી હતી, -અને શાસનના ભાવિ ઉદ્યોત અને સમાજના ઉત્થાનનાં દર્શન થતાં હતાં. એટલે જેમ કેઈ કુશળ શિપી પોતાની કળાકૃતિ ઉપર એકાગ્ર ધ્યાન, ચીવટ અને ભક્તિથી પોતાનું ટાંકણું ફેરવીને અને એમાં પિતાને ધ્વ રેડીને એને કંડારે એવી જ મમતાભરી લાગણીથી પૂજ્ય આત્મારામજી મહારાજ, શાસનના હિતની દષ્ટિએ, મુનિ વલર્ભાવજયજીનું ઘડતર કરી રહ્યા હતા. એમ કહી શકાય કે હજી તે જીવનની પહેલી વીશીમાં જ રહેલા મુનિશ્રી અરધી સદી વટાવીને વયોવૃદ્ધ બનેલા આચાર્ય પ્રવરના અંગત મંત્રી જ બની ગયા હતા !
ધર્મગુરુ એટલે જ્ઞાનના સાગર. શાસ્ત્રી તે એની જીભે જ હોય અને જુદી જુદી વિદ્યાઓનું અધ્યયન કરીને એ પંડિત બનેલ હોય. અજ્ઞાનનાં અને અંધશ્રદ્ધાનાં અંધારાં ઉલેચવાં, સત્યને માર્ગ દેખાડ, જિજ્ઞાસુઓની જિજ્ઞાસા સંતોષવી, કેઈની પણ શંકાનું નિવારણ કરવું અને તેની જીવનશુદ્ધિનું જતન કરવું એ તો ધર્મ ગુરુનું જ કામ : જનસમૂહમાં ધર્મગુરુ પ્રત્યેની સામાન્ય રીતે આવી આદર-બહુમાનની લાગણી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org