________________
૨૪
સમયદશી આચાર્ય
આત્મારામજી મહારાજ જેવા સમર્થ ધર્મનાયકની પરિપકવ સાધુતાના પારસસ્પર્શને ઝીલવાની તાકાત બતાવીને એ પારસને મહિમા વધારી દીધા.
આત્મારામજી મહારાજે મુનિ વલ્લભવિજ્યજીને મહિમા વધાર્યો, મુનિ વલ્લભવિજયજીએ આત્મારામજી મહારાજને મહિમા વધાર્યો. અને એ બન્નેની જ્ઞાન, ચારિત્ર અને સમતાથી શોભતી સાધુતાએ જૈન શાસનને મહિમા વધાર્યો. ઈતિહાસ એની સાક્ષી પૂરે છે.
ગુરુ અને શિષ્ય બને અમર બની ગયા. પારસ અને લેહ બને કૃતાર્થ થયાં. જે પારસને મહિમા એ જ લેહને મહિમા પણ વિસ્તરી રહ્યો !
અભ્યાસ, ગુરૂભક્તિ અને ગુરુને વિયેગ
મુનિ વલભવિજયજીને તે, ભૂખ્યાને ભાવતાં ભેજન મળી ગયા જેવું થયું. એમણે પોતાનું ચિત્ત એકાગ્રપણે અભ્યાસમાં, અપ્રમત્તપણે આચારપાલનમાં અને સમપિતભાવે વડાદાદાગુરુ આચાર્ય શ્રી આત્મારામજી (વિજયાનંદસૂરીશ્વરજી) મહારાજની ભક્તિમાં લગાવી દીધું. તેઓ જાણે આચાર્ય મહારાજની કાયાની છાયા બની ગયા. કાયાથી છાયા અળગી થાય તે પૂજ્ય આત્મારામજી મહારાજથી મુનિ વલભવિજયજી અળગા થાય. આચાર્યપ્રવર પણ પિતાના વલભ ઉપર ખૂબ પ્રસન્ન રહેતા–જાણે જન્મજન્માંતરને કે ધર્મનેહભર્યો ઋણાનુબંધ ઉદયમાં આવ્યું હતું.
વિ. સં. ૧૯૪૩નું ચેમાસું રાધનપુરમાં અને ૧૯૪૪નું મહેસાણામાં –એમ બને એમાસાં દાદાગુરુની હેત-હૂંફભરી છત્રછાયામાં વીત્યાં. જીવનભર ચાલે એવું સંસ્કારભાતું એકત્ર થવા લાગ્યું. મુનિ વલભવિજ્યજીનું ચિત્ત ઉલ્લાસ અનુભવી રહ્યું.
જ્યાં સંયોગ ત્યાં વિગ: સંસારને એ અટલ નિયમ. મુનિ વલ્લભવિજયજીને પણ એ નિયમ સ્પર્શી ગયે. પિતાને ગુરુ હર્ષ વિજયજી મહારાજની બિમારીના કારણે વિ. સં. ૧૯૪૫નું ચતુર્માસ દાદાગુરુથી જુદા પાલીમાં કરવાનું થયું. દાદાગુરુથી જુદા રહેવા મન તો તૈયાર ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org