________________
૨૨
સમયદર્શી આચાય
ધંન જોઈએ. મને દીક્ષા આપવાની કૃપા કરે ' હું માતાની અંતિમ આજ્ઞા છગનની વાણીરૂપે પ્રગટ થતી હતી.
આત્મરામજી મહારાજે જોઈ લીધું કે દીક્ષાની ભિક્ષા માગનાર વ્યક્તિમાં ભક્તિ, શક્તિ અને બુદ્ધિના ત્રિવેણીસંગમ સધાયેલા છે, અને એનુ ભાવી ઉજ્જ્વળ છે; શાસનને પણ એનાથી લાભ થવાને છે. પણ તેએ વિચક્ષણ, સમયજ્ઞ, સમતાળુ, શાણા અને દીદી પુરુષ હતા. એમણે ઉતાવળ ન કરતાં છગનના મેટા ભાઈ વગેરેની અનુમતિથી જ દીક્ષા આપવાના નિર્ણય કર્યો, અને છગનને ધીરજ રાખવા કહ્યું, અને ચેાગ્ય સમયે તારી ભાવના જરૂર સફળ થશે, એવું આશ્વાસન આપ્યું. વટાદરામાં એક મહિનાની સ્થિરતા કરીને આત્મારામજી મહારાજ વિહાર કરીને છાણી ગયા. ઠગનનુ મન તેા હવે ગુરુમય જ બની ગયું હતું. આત્મારામજી મહારાજ તાણીથી પણ વિહાર કરી ગયા. પણ એમના પ્રશિષ્ય મુનિ શ્રી વિજય મહારાજને એક માસ છાણીમાં રાકાવું યુ.. છગને વખત જોઇને પેાતાના મનની બુધી વાત તેને કરી, અને પેાતાને તરત જ દીક્ષા આપવા આગ્રહભરી વિનંતિ કરી, પણ હુજ છગનની ત્યાગ-વૈરાગ્યની ભાવનાની અગ્નિપરીક્ષા થવી બાકી હતી.
છગને જોયુ કે દીક્ષા માટે વડીલેાની અનુમતિ મેળવવી જરૂરી છે.. એટલે છેવટે એણે પોતાના મનની વાત ઘરમાં કરી. પણ આવું અસા ધારણ પગલું ભરવાની અનુમતિ મેળવવાનું કંઈ સહેલું નથી હતુ. કાઈએ એની વાત કાને ન ધરી, માટાભાઈ ખીમચંદનુ મન કાઈ રીતે માને નહીં; એ તા એને વિરોધ કરી બેઠા. છગનના થોડાક મહિના કસેાટીમાં વીત્યા. છગને એ સમય ધર્માભ્યાસમાં અને દેવ-ગુરુની સેવામાં વિતાવીને પેાતાને વૈરાગ્ય સાચા અને દઢ હેાવાની સૌને ખાતરી કરાવી આપી.
અને છેવટે, વીના ઘડામાં ઘી પડી રહે એમ, એક દિવસ ગનની ઉત્કટ ઝ`ખના સફળ થઈ : વિ. સં. ૧૯૪૩ના વૈશાખ સુદ ૧૩ના રાજ, ધર્મનગરી રાધનપુર શહેરમાં, આચાર્ય શ્રો આત્મારામજી મહારાજે ગનને ત્યાગધર્મની દીક્ષા આપી, એમને પાતાના પ્રશિષ્ય ( મુનિ શ્રી લક્ષ્મીવિજયના શિષ્ય મુનિ શ્રી વિજયજીના શિષ્ય બનાવ્યા, અને નામ આપ્યું. મુનિ વલ્લભવિજય-ત્યાગમાર્ગના પ્રવાસી બનેલ છગનલાલનુ ભાવી સાચે જ, સર્વ જનવલભ બનવાનું હતું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org