________________
સમયદશી આચાર્ય આવી આશા-અપેક્ષા પ્રવર્તતી હોય છે. અને જે ધર્મગુરુ એને પૂરી કરવાને પુરુષાર્થ કરે છે, એ પોતાનું અને બીજાનું ભલું કરીને પિતાના ધર્મગુરુપદને શોભાવવા સાથે જનહદયના અધિપતિ બની જાય છે. જનસમૂહની આવી આશાને પૂરી કરવા માટે ધર્મગુરુએ જ્ઞાન-ચારિત્રની અખંડપણે અને અપ્રમત્તભાવે ઉપાસના કરવાની હોય છે.
એક વીશી કરતાંય ઓછી ઉંમરે સંયમ અને ત્યાગને માર્ગ, સમજણ અને ઉલાસપૂર્વક, સ્વીકારનાર મુનિ વલભવિજયજી ધર્મગુરુપદનાં આ જવાબદારી અને આ મહિમા જાણે હૈયા ઉકલતથી આપમેળે જ સમજી ગયા હતા, અને એ માટે પોતાની જાતને સજજ કરી રહ્યા હતા. ભગવાન મહાવીરે ગુરુ ગૌતમવામીને અને એ દ્વારા સમગ્ર વિશ્વને પળમાત્રને પણ પ્રમાદ ન કરવાનું (નમાં ! મr givના સૂત્રનું) જે ઉબેધન કર્યું હતું તે મુનિ વલભવિજયજીના અંતરમાં બરાબર વસી ગયું હતું : નિરર્થક વાત કે પ્રવૃત્તિમાં કાળક્ષેપ થાય તે તે જીવનને વિકાસ જ રંધાઈ જાય અને સમયની બરબાદી સાથે સાધુજીવનની પણ બરબાદી થઈ જાય. આટલા માટે જ સદા જાગ્રત રહેવાની જરૂર છે.
મુનિ વર્ભાવજયજીએ શરૂઆતથી જ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કેષ, જ્યોતિષ, ચરિત્રો, આગમગ્રંથો અને ધર્મ શાસ્ત્રોના અધ્યયનમાં મનને પરવી દીધું હતું અને ધર્મ દેશને આપવાની ફરજ પણ નાની ઉંમરે જ બજાવવાની આવી, એટલે શાસ્ત્રજ્ઞાતા બનવાની સાથે સાથે પ્રભાવશાળી વક્તા તરીકેની શક્તિને પણ એમનામાં વિકાસ શરૂઆતથી જ થત ગયો. વળી જ્ઞાનના મહાસાગર સમા દાદાગુરુના જ્ઞાન અને અનુભવને લાભ તો હરહંમેશ મળતો જ હતો. માગવા છતાં કે પ્રયત્ન કરવા છતાં પણ ભાગ્યે જ મળે એવો સુંદર યોગ મળી ગયો હતો, અને એનો લાભ લેવામાં કશી ખામી ન રહી જાય એને ખ્યાલ રાખવાને હતો. એટલા માટે જ દાદાગુરુથી દૂર રહેવાનું એમને ગમતું ન હતું. અને છતાં ગુરુની સેવા પણ એટલી જ લાભકારી હતી. તેઓ સહર્ષ પાલીમાં રોકાઈ ગયા.
મુનિશ્રીએ જ્યારે પાલીમાં ચોમાસું ક્યું તે વર્ષે શ્રી આત્મારામજી મહારાજ જોધપુરમાં ચતુર્માસ રહ્યા હતા. મુનિશ્રીને તો એમ જ થતું કે ક્યારે મારા ગુરુવર્યનું સ્વારશ્ય સારું થાય અને અમે ક્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org