________________
સમયદર્શી આચાય
૨૭
ચેમાસ ઊતરતાં આચાર્ય મહારાજની છત્રછાયામાં પહેોંચી જઈએ. ચેમાસું પૂરું થયું, અને શ્રી વિજયજી મહારાજની તબિયત વિહારને ચેોગ્ય લાગી, એટલે એમણે પાલીથી વિહાર કર્યાં. આચાર્યશ્રીએ પણ જોધપુરથી વિહાર કર્યા હતા. બધા અજમેરમાં ભેગા થયા. મુનિ વલ્લભવિજયજીને તે ઉપવાસનેા આનંદ માણનારને સુખરૂપ પારણાને આનંદ મળ્યા જેવું થયું. ત્યાંથી બધા જયપુર પહેાંચ્યા.
જયપુરમાં ફરી પાછા હ્રવિજયજી મહારાજ બિમાર થઈ ગયા. અને મનોરથાના કરતાં કવ્યૂને ઊંચે આસને બેસાડવાને તે મુનિ વલ્લભવજયની સ્વભાવ જ હતા. આચાર્ય મહારાજ સાથે રહેવાની ઇચ્છા ઉપર સંયમ મૂકીને તે અને ખીન્ન મુનિ જયપુરમાં જ રોકાઈ ગયા. ગુરુવર્યની તબિયત સારી થઈ એટલે ફરી પાછા બધા દિલ્હી પહોંચીને આચાર્ય મહારાજને મળ્યા. પણ અહીં પણ એ જ વાતનું પુનરાવર્તન થયું : મુનિ હર્ષવિજયજીને વળી પાછા બિમારીએ ઘેરી લીધા; અને આચાર્ય મહારાજનેતા જલદી પંજાબ પહેાંચવું જરૂરી હતું, એટલે મુનિ વલ્લભવિજયળ વગેરે સાધુઓને એમની સેવા માટે દિલ્હીમાં મૂકીને તેઓ પજાબ તરફ વિહાર કરી ગયા.
મુનિ વલ્લભવિજયને માટે આ પ્રસંગે એક પ્રકારના મનોમંથનના પ્રસંગા હતા : એક તરફ બિમાર ગુરુની ભક્તિ કવ્યના સાદ કરતી હતી અને બીજી તરફ અંતરના અધિનાયક સમા આચાર્ય મહારાજ તરની ભક્તિ ખૂંચતી હતીઃ અને ભક્તિનાં આ બે નાતરાંની વચ્ચે મુનિશ્રીનું મન રવૈયાની જેમ ફર્યા કરતું; પણ અ ંતે તાકવ્યપાલનને જ વિજય થતા જીવનમાં એ જ સાચું મેળવવાનું હતું. જાણે કુદરત પોતે જ આવા પ્રસંગે યાજીને આ ઊછરતા મુનિવરને આસક્તિ-અનાસક્તિ કે મેાહ-નિર્માહના ગેરલાભ-લાભના વિવેક પ્રચ્છન્નપણે સમજાવી—શીખવી રહી હતી. ગુરુગૌતમસ્વામી જેવાને પણ ભગવાન મહાવીર જેવા વીતરાગી પુરુષ ઉપરના અતિઅલ્પ પણ મેહ પૂર્ણ વીતરાગપણાની પ્રાપ્તિમાં બાધક જ બન્યા હતા ને!
મુનિ વલ્લભવિજયજી અને અન્ય મુનિવરોએ શ્રી હર્ષવિજયજી મહારાજની ખડે પગે ચાકરી કરવામાં કશી ખામી ન રહેવા દીધી. દિલ્હીના સંઘે પણ સારા સારા વૈદ્યો-હકીમાની સલાહ મુજબ ા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org