________________
સમયદશી આચાર્ય
પુરુષાર્થ કરીને અને એ માટે બીજાઓને પ્રેરણું આપીને જ એમને નિરાંત થતી–એવા દાના મહેરામણ હતા એ આચાર્ય શ્રેષ્ઠ ! એમના જીવનની અમૃતસરિતામાંથી ડુંક આચમન કરી કૃતાર્થ થઈએ.
-
૩
જન્મ અને વૈરાગ્ય ગરવી ગૂર્જરભૂમિની શોભારૂપ વડોદરા શહેર–વિદ્યા, કળા અને ધર્મના ધામ સમું ગુજરાતનું નાનું સરખું કાશી: એ જ આચાર્ય શ્રી વિજયવલભસૂરિજીની જન્મભૂમિ.
વિ. સં. ૧૯૨૭ના કારતક સુદિ બીજ (ભાઈબીજ )ને એમને જન્મ. પિતાનું નામ દીપચંદભાઈ. માતાનું નામ ઈરછાબાઈ. એનું પિતાનું નામ છગનલાલ. ધર્મ જૈન. જ્ઞાતિ વીસા શ્રીમાળી. શ્રી દીપચંભાઈને ચાર દીકરા અને ત્રણ દીકરીઓ. ચાર દીકરામાં છગનલાલ જે.
માતા-પિતા ધર્મના રંગે પૂરાં રંગાયેલાં હતાં. એમાંય ઇચ્છાબાઈ તો ભલે ભણ્યાં ઓછું હતાં, પણ ધર્મની સાદી સમજણ એમના રોમનમાં ધબકતી હતી, અને ધર્મપાલનની તાલાવેલી જાણે એમના જીવનનો આધાર બની હતી. એ જેમ ઘેરવ્યવહાર અને કુટુંબને સાચવતાં એ જ રીતે ધમને સાચવવાનું પણ પૂરું ધ્યાન રાખતાં. માતા-પિતાની આ ધર્મભાવનાનો પ્રભાવ આખા કુટુંબ ઉપર અને બધાં સંતાને ઉપર વિસ્તરી રહેતા. ધન-વૈભવ મળે કે ન મળે એ ભાગ્યની વાત છે, પણ ધર્મનને મેળવવું એ તે માનવીના પિતાના હાથની વાત છે. માતા-પિતાનું સરળ, સાદું, નિર્મળ, ધર્મપરાયણ જીવન જાણે સંતાનોને આ જ બોધ આપતું.
પણ આવાં શાણું, ગરવાં અને ધર્માનુરાગી માતા-પિતાની છત્રછાયા લાંબે વખત ન ટકીઃ પહેલાં શ્રી દીપચંદભાઈનું અવસાન થયું; પછી માતા ઈચ્છાબાઈ પણ સ્વર્ગે સિધાવી ગયાં! મરણપથારીએથી એમણે માતા-પિતાની હૂંફના અભાવે અનાથ બનતાં પિતાનાં સંતાનોને ભગવાન અરિહંતનું શરણ સ્વીકારવાની શિખામણ આપી. જીવનની છેલ્લી ઘડીઓ ગણાતી હતી; જીવનદીપ બુઝાવાની વેળા આવી પહોંચી હતી. બાળક છગન દીન-દુઃખી બનીને માતાની પાસે બેઠો હતો. એને તો જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org