________________
સમયદશી આચાર્ય
પિતાની આખી દુનિયા રોળાઈ જતી લાગતી હતી માતાએ સ્નેહભીના
સ્વરે એને આશ્વાસન આપતાં કહ્યું : “બેટા, અહંતનું શરણ સ્વીકારજે અને અનંત સુખના ધામમાં પહોંચાડે એવા શાશ્વત ધર્મધનને મેળવવામાં અને જગતના જીવનું કલ્યાણ કરવામાં તારું જીવન વિતાવજે.” એ વખતે છગનની ઉમર તે માંડ ૧૦-૧૨ વર્ષની હતી, પણ માતાની છેલ્લી શિખામણમાં એ શાતા અનુભવી રહ્યો. એ ધર્મ બેધન શબ્દા એના અંતરમાં સદાને માટે કોતરાઈ ગયાઃ માતાના એ ઉગારે જ જાણે એને જીવનમંત્ર અને જીવનને આધાર બની રહ્યા.
છગનનું શરીર જેવું દેખાવડું હતું એવી જ તેજસ્વી એની બુદ્ધિ હતી. ઠાવકાઈ, શાણપણ અને કોઈનું પણ કામ કરી છૂટવાની પરગજુ ભાવનાની બક્ષિસ એને બચપણથી જ મળી હતી. અને ભક્તિની ગંગા તે જાણે એના રેશમ રેમને પાવન કરતી હતી.
ધ્યાનપૂર્વક અભ્યાસ કરીને છગને સાત ધોરણ સુધી અભ્યાસ પૂરો કર્યો. માથે બે મોટાભાઈ હીરાલાલ અને ખીમચંદની છત્રછાયા હતી, અને ઘરની કોઈ ચિંતા હતી નહીં. એટલે છગનને ભણવું હોય તે ભણવાનો અને વેપારી થવું હોય તો મન ફાવે ત્યાં વેપારમાં જોડાવાનો માર્ગ મોકળો હતો. પણ છગનનો જીવ કંઈક જુદી માટીને હતો. એને ન વધુ ભણવાને વિચાર આવ્યું, ન વેપાર ખેડવાનું રચ્યું, ન નોકરી કરવાનું મન થયું. અને લગ્નસંસારમાં પડવાની તે એને કલ્પના પણ ન આવી. એની ઝંખના કંઈક જુદી જ હતી : એની એકમાત્ર ઝંખના માતાની આજ્ઞાનું પાલન કરીને સંયમ અને તપની આરાધનાની મૂડીને બળે ધર્મભાવનાના સેદાગર બનીને જીવનને ધન્ય બનાવવાની હતી.
- વાણિયાને દીકરે મોટે ભાગે વેપારીની સબત કરે, ધનપતિનાં પડખાં સેવે, કેઈકને ત્યાં નોકરી કરવા બેસે; અને બીજું કંઈ ન સૂઝે તે છેવટે ઘરનું ખાઈને પણ કોઈની દુકાને વગર પગારે અનુભવ લેવા બેસે. પણ છગનને જીવ આમાં કયાંય ન લાગે. એને તે દેવમંદિર વહાલાં લાગે, ધર્મક્રિયામાં રસ પડે, સંતની સેવાનાં સ્વપ્ન આવે અને ગુરુમુખેથી ધર્મની નિર્મળ વાણીનું પાન કરવું ગમે. કાં દેવમંદિર, કાં ઉપાશ્રય એ જ એનાં સાચાં વિશ્રામસ્થાન. ઘરમાં એ મહેમાનની માફક જ રહે : ન માયા-મમતાનાં બંધન, ન પૈસાટકાની પરવા, ન ઘરવ્યવહારની જંજાળ !
Jain Education International
For Private & Personal Use Only -
www.jainelibrary.org